નરેન્દ્ર મોદી દુનિયાના સૌથી વધુ જુદા તરી આવતા નેતાઓ પૈકીના એક છે. ભારતને હજી સુધીમાં મળેલ નેતાઓમાં પણ તેઓ જુદા તરી આવે તેવા છે. તેમ એસ્ટ્રો ફીઝીક્સમાં નોબેલ પ્રાઈઝ પ્રાપ્ત કરનાર વિજ્ઞાાની બ્રીયાન પોલ રમીડે નરેન્દ્ર મોદી સાથે અહીં યોજાયેલ મુલાકાત પછી કહ્યું હતું.
રમીડને ૨૦૧૧માં નોબેલ પ્રાઈઝ એનાયત થયું હતું.
વડાપ્રધાન મોદી, મારા જીવનકાળ દરમિયાન મેં જોયેલા નેતાઓ પૈકી સૌથી જુદા તરી આવતા નેતા છે તેમ મને લાગ્યું છે. તેઓ જ્યારે વાત કરે છે, ત્યારે યુએસના પ્રેસિડેન્ટ હોય કે સમાજમાંથી તેઓને પહેલી જ વાર મળતો સામાન્ય માનવી હોય. સૌની સાથે સમાન રીતે જ વાત કરે છે.’ તેમ પણ આ વિજ્ઞાાનીએ કહ્યું હતું.
ભારતમાં વિજ્ઞાાન ક્ષેત્રે થઈ રહેલા સંશોધન અંગે રમીડે કહ્યું, તેઓની સાથે તે વિષે વાત કરવી ઘણી જ રસપ્રદ બની રહી હતી. તેઓને અમે અહીં શું કરીએ છીએ, તે વિષે સંપૂર્ણ માહિતી હતી, તેમજ વિજ્ઞાાન સંશોધન વિષે અમે (ઓસ્ટ્રેલિયા અને ભારત) કઈ રીતે સહકારમાં કામ કરી શકીએ છીએ તે વિષે પણ ચર્ચા થઈ હતી.
ભારતમાં પણ વિશ્વ સ્તરના સંશોધનો થઈ રહ્યાં છે. તેનો વિસ્તાર ઊંચો ને ઊંચો જતો રહ્યો છે. કારણ કે ભારત વિજ્ઞાાન અને વિજ્ઞાાનીઓમાં વધુ ને વધુ રોકાણ કરી રહ્યું છે. તે વિજ્ઞાાનીઓને સાધનો પણ પુરાં પાડે છે. અને તેના વિજ્ઞાાનીઓ ઘાટ ઉપર રહેલ પ્રશ્નો પૂછી રહ્યાં છે.
ડો. રમીડે એ.એન.યુ.ની માઉન્ટ સ્ટ્રોમ્લો ઓબ્ઝરવેટરી એન્ડ રીસર્ચ સ્કૂલમાં એસ્ટ્રોનોમી અને એસ્ટ્રો ફીઝીક્સ ઉપર કામ કર્યું હતું. તે દરમ્યાન નોબેલ પ્રાઇઝ પ્રાપ્ત કર્યું હતું. તે પછી એએનયુના ઉપકુલપતિ થયા. અત્યારે તેઓ ઓસ્ટ્રેલિયા નેશનલ યુનિવર્સિટી (એએનયુ)માં ચીફ એકિઝકયુટિવ ઓફિસર છે.