Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 24°C

હું સ્વયં પણ યમુનાનું પાણી પીવું છુંઃ PM નરેન્દ્ર મોદી

હું સ્વયં પણ યમુનાનું પાણી પીવું છુંઃ PM નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં એક રેલી દરમિયાન આમ આદમી પાર્ટી (AAP) અને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર યમુના નદીની સફાઈ મુદ્દે તીખા પ્રહારો કર્યા. પીએમ મોદીએ કેજરીવાલનું નામ લીધા વિના જણાવ્યું કે “યમુનાની સફાઈના નામ પર વોટ માગનારા હવે તેનાથી મોં ફેરવી રહ્યા છે.”

તેમણે હરિયાણા સરકાર દ્વારા દિલ્હી માટે પૂરું પાડવામાં આવતા પીવાના પાણીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે “હરિયાણાના લોકો દિલ્હીને શુદ્ધ પાણી આપે છે, એ જ પાણી હું પણ પીવું છું. શું કોઈ કલ્પના કરી શકે કે હરિયાણાએ મોદીને ઝેર પીવડાવ્યું હશે?”

હરિયાણા સરકારે કેજરીવાલ સામે કેસ નોંધાવ્યો

AAP નેતા કેજરીવાલે હરિયાણા સરકાર પર યમુનાના પાણીમાં ‘ઝેર’ હોવાનો આક્ષેપ કર્યો હતો, જે બાદ હરિયાણા સરકારે સોનીપત કોર્ટમાં કેજરીવાલ વિરુદ્ધ IPC કલમ 2(ડી) અને 54 હેઠળ કેસ દાખલ કર્યો છે.

હરિયાણાની એક કોર્ટે કેજરીવાલને સમન્સ ફટકાર્યું છે અને 17 ફેબ્રુઆરીએ કોર્ટમાં હાજર રહેવા આદેશ આપ્યો છે. કેજરીવાલ જો હાજર નહીં રહે, તો કાયદા મુજબ તેમના વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.