પ્રયાગરાજ મહાકુંભ 2025 માં ભુતાનના રાજા જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુક એ 4 ફેબ્રુઆરીના રોજ સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી. આ પ્રસંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર હતા, અને બંનેની ભગવા રંગની પોશાકમાં એક સાથે ડૂબકી લગાવતી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે.
ભુતાનના રાજાએ મહાકુંભમાં ભાગ લઈ, ભારતના આ મહત્વપૂર્ણ ધાર્મિક પ્રસંગમાં યાત્રા કરી અને સંગમના પવિત્ર પાણીમાં ડૂબકી લગાવી, જે એક ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ ધરાવતું ચિહ્ન છે.
યોગી આદિત્યનાથે પ્રયાગરાજને તીર્થસ્થળોનો રાજા જણાવતો એક સંસ્કૃત શ્લોક પણ સાથે લખ્યો છે. મુખ્યમંત્રી યોગીએ સોશિયલ મીડિયામાં લખ્યું કે, ‘મહાકુંભ-2025, પ્રયાગરાજમાં આજે ભુતાનના મહામહિમ નરેશ જીગ્મે ખેસર નામગ્યાલ વાંગચુકે પવિત્ર ત્રિવેણી સંગમમાં પાવન સ્નાન કરી પુણ્ય પ્રાપ્ત કર્યું’.
यत्सेवया देवनृदेवतादि-
देवर्षयः प्रत्यहमामनन्ति।
स्वर्गं च सर्वोत्तमभूमिराज्यं
स तीर्थराजो जयति प्रयागः॥महाकुम्भ-2025, प्रयागराज में आज भूटान के महामहिम नरेश जिग्मे खेसर नामग्याल वांगचुक जी ने पवित्र त्रिवेणी संगम में पावन स्नान कर पुण्य प्राप्त किया pic.twitter.com/33Gq2UOPbs
— Yogi Adityanath (@myogiadityanath) February 4, 2025
ભુતાન કિંગે મા ગંગાની પૂજા-અર્ચના કરી અને અક્ષય વટ અને સૂતા હનુમાનજીના દર્શન અને પૂજન પણ કર્યું. ત્યારબાદ તેઓએ પ્રયાગરાજમાં ‘ડિજિટલ મહાકુંભ અનુભૂતિ કેન્દ્ર’નું ભ્રમણ કરી મહાકુંભના દિવ્ય-ભવ્ય અને ડિજિટલ સ્વરૂપનું અવલોકન કર્યું.
રાજભવનમાં રાત્રી ભોજ
ભુતાનના રાજા જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુક સોમવારે ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌ પહોંચ્યા. ચૌધરી ચરણ સિંહ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર યોગી આદિત્યનાથે વાંગચુકનું સ્વાગત કર્યું. અહીં કલાકારોએ ભુતાન નરેશ માટે સાંસ્કૃતિક પ્રસ્તુતિ પણ કરી. લખનૌ સ્થિત રાજભવનમાં ભુતાનના રાજાના સન્માનમાં એક રાત્રી ભોજનું પણ આયોજન કરવામાં આવ્યું. જેમાં ભુતાનના પ્રતિનિધિમંડળ, ભારત સરકાર અને યુપી સરકારના પ્રમુખ અધિકારીઓ અને વિશેષ અતિથિઓએ ભાગ લીધો.