કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશન સિનીયર સિટિઝનને “હનીટ્રેપ”માં ફસાવી અપહરણ કરી બળજબરીથી રૂ.૩,૦૦,૦૦૦/- ની રકમ પડાવી લીધેલ હોય કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર જનકસિંહ દેવડાએ અલગ-અલગ ૪ ટીમો બનાવી ગણતરીના કલાકોમાં હનીટ્રેપ ગેંગના ૯ આરોપીઓને બહાદુરીપુર્વક તમામ મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. તેમજ મિલ્કત વિરોધી ગુનાઓનો સત્વરે ભેદ ઉકેલી, ખૂબ જ લાંબાગાળાથી ગંભીર ગુનાઓ આચરી નાસતાં ફરતાં આંતર રાજ્ય આરોપીઓને ઝડપી લઇ ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કામગીરી કરી કપડવંજ ટાઉન પોલીસે “ટીમ વર્ક” નું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડવા બદલ ખેડા જીલ્લાના પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાએ ગૌરવ અનુભવી સમગ્ર ટીમને અભિનંદન પાઠવી પ્રશંસા પત્ર તથા ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતાં.
ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કામગીરી કરવા બદલ જિલ્લા પોલીસ વડાએ કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનના (૧) જનકસિંહ દેવડા પોલીસ ઇન્સ્પેક્ટર કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશન (૨) જે.એસ.ચંપાવત (પોલીસ સબ ઇન્સ્પેક્ટર) (૩) અ.હેડકો પરેશકુમાર કિર્તનભાઈ (૪) અ.હેડકો અનિલકુમાર કનુભાઈ (૫) અ.હેકો હેમંતકુમાર દશરથભાઈ (૬) અ.હેકો વનરાજસિંહ શંકરસિંહ (૭) અ.હેઙકો યોગેશકુમાર ઈશ્વરભાઈ (૮) અ.હેડકો મુકેશકુમાર અમૃતભાઈ (૯) આ.પો.કો. અતુલકુમાર કનુભાઈ (૧૦) આ.પો.કો. હાર્દિકકુમાર ધનજીભાઈ (૧૧) આપો.કો પ્રવિણસિંહ રમેશભાઈ (૧૨) અ.પો.કો વિરલસિંહ રણવીરસિંહ (૧૩) આ.પો.કો મનોજકુમાર વાલજીભાઈ, (૧૪) આ.પો.કો રઘુવીરસિંહ ગોપાલસિંહ (૧૫) અ.પો.કો વિદેશકુમાર પ્રવિણભાઇ (૧૬) અ.પો.કો બિમલકુમાર કમલેશભાઈ (૧૭) વુ.પો.કો જીનલબેન રણછોડભાઇ (૧૮) વુ.પો.કો લલીતાબેન જીતાજીને પ્રશંસા પત્ર અને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં.