આજે એટલે કે 23 એપ્રિલે શેરબજારમાં સેન્સેક્સ-નિફ્ટી સતત સાતમા દિવસે વધારા સાથે બંધ થયા છે. સકારાત્મક વૈશ્વિક સંકેતોએ બજારને વેગ આપ્યો. સેન્સેક્સ-નિફ્ટી સતત સાતમા દિવસે વધારા સાથે બંધ થયા છે. આજે મિડકેપ-સ્મોલકેપ શેરોમાં ખરીદી જોવા મળી હતી. આઇટી અને ઓટો શેરોમાં સારી વૃદ્ધિ જોવા મળી. ફાર્મા, રિયલ્ટી અને મેટલ શેરોમાં ખરીદી જોવા મળી. નિફ્ટી બેંકમાં 6 દિવસના વધારા પછી પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું.
આજે કારોબારના અંતે સેન્સેક્સ 520.90 પોઈન્ટ અથવા 0.65 ટકાના વધારા સાથે 80,116.49 પર બંધ થયો. નિફ્ટી 161.70 પોઈન્ટ એટલે કે 0.67 ટકાના વધારા સાથે 24,328,95 પર બંધ થયો હતો. ક્ષેત્રીય મોરચે આઇટી ઇન્ડેક્સ 4 ટકાના વધારા સાથે અને ઓટો ઇન્ડેક્સ 2.5 ટકાના વધારા સાથે બંધ થયો. બીજી તરફ PSU બેંક અને કન્ઝ્યુમર ડ્યુરેબલ ઇન્ડેક્સ 0.5-1 ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા.
નિફ્ટીમાં HCL ટેક્નોલોજીસ, ટેક મહિન્દ્રા, ટાટા મોટર્સ, વિપ્રો, M&M સૌથી વધુ તેજીવાળા શેર છે. જ્યારે HDFC બેંક, કોટક મહિન્દ્રા બેંક, એક્સિસ બેંક, SBI, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ નિફ્ટીના ટોચના ઘટાડા કરનારા શેર છે. BSE મિડકેપ ઈન્ડેક્સ 1 ટકાના વધારા સાથે અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.2 ટકાના વધારા સાથે બંધ થયો
આજે સવારે શું હતી શેરબજારની સ્થિતિ ?
આંકડાઓ પ્રમાણે નિફ્ટી 100થી વધુ દિવસોની ઉંચાઈ પર પહોંચી ગયો છે. તેનો અર્થ એ છે કે 10 જાન્યુઆરી પછી નિફ્ટી 24,350થી વધુ અંકે વેપાર કરી રહ્યો છે. ખાસ વાત એ છે કે, નિફ્ટી હવે તેના ઓલટાઈમ હાઈથી માત્ર 2,000 અંક દૂર છે, જે 27 સપ્ટેમ્બર 2024ના રોજ નોંધાયો હતો. બુધવારે સવારે 9:45 વાગે નિફ્ટી 160 અંકની તેજી સાથે 24,332.95 અંકે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે વેપાર દરમિયાન નિફ્ટી 24,359.30 સુધી પહોંચી ગયો હતો. છેલ્લા સાત વેપાર દિવસોમાં નિફ્ટીમાં લગભગ 2,000 અંકની તેજી આવી છે. જાણકારોનું કહેવું છે કે આવનારા દિવસોમાં પણ આ તેજી ચાલુ રહી શકે છે.