ક્રિકેટ જગતમાંથી એક મોટા સમાચાર સામે આવ્યાં છે. રોહિત શર્મા બાદ હવે ટીમ ઈન્ડિયાના સ્ટાર વિરાટ કોહલીએ હવે ટેસ્ટને પણ ટાટા કહી દીધું છે, તેણ ઈન્ટરનેશનલ ટેસ્ટમાંથી નિવૃતીની જાહેરાત કરી દીધી છે. કોહલીએ ઈન્સ્ટા પર એક પોસ્ટ લખીને આ જાહેરાત કરી હતી. કોહલી 14 વર્ષ સુધી ટેસ્ટ રમ્યો હતો.
🚨 VIRAT KOHLI ANNOUNCED HIS RETIREMENT FROM TEST CRICKET. 🚨
– Thank you for everything, King. 🥹❤️ pic.twitter.com/PnOw3n2OW4
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 12, 2025
હવે ફક્ત વનડેમાં રમશે
કોહલી હવે ક્રિકેટમાં એક જ ફોર્મેટ વનડેમાં જ રમશે કારણ આ પહેલાં તે ટી 20 ક્રિકેટમાંથી સંન્યાસ જાહેર કરી ચૂક્યો છે.
14 વર્ષનું ટેસ્ટ કરિયર
વિરાટ કોહલીએ જૂન 2011 માં કિંગ્સ્ટનમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું ત્યારબાદ કોહલીએ પહેલી ઈનિંગમાં 4 રન અને બીજી ઇનિંગમાં 15 રન બનાવ્યા હતા. તેની છેલ્લી ટેસ્ટ ઓસ્ટ્રેલિયા સામે સિડનીમાં હતી, જે જાન્યુઆરી 2025માં રમાઈ હતી. આ છેલ્લી ટેસ્ટમાં કોહલીએ પહેલી ઇનિંગમાં 17 રન અને બીજી ઇનિંગમાં 6 રન બનાવ્યા હતા.
છેલ્લી ટેસ્ટ સિડનીમાં રમ્યો
ટેસ્ટ ક્રિકેટમાં વિરાટ કોહલીએ છેલ્લે ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ભાગ લીધો હતો. પર્થમાં થયેલી પહેલી મેચમાં કોહલીએ શાનદાર શતક ફટકાર્યું હતું, પરંતુ ત્યારબાદ શ્રેણીમાં તેની બેટિંગમાં સતત સંઘર્ષ જોવા મળ્યો હતો. આખરે ભારતે આ 5 મેચની શ્રેણી 1-3થી ગુમાવી હતી.