Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 26°C

હવે સરળતાથી નહીં મળે બ્રિટિશ નાગરિક્તા, PM સ્ટાર્મરે નવી નીતિ કરી જાહેર, જાણો

હવે સરળતાથી નહીં મળે બ્રિટિશ નાગરિક્તા, PM સ્ટાર્મરે નવી નીતિ કરી જાહેર, જાણો

બ્રિટિશ નાગરિકતા હવે સરળતાથી મળશે નહીં. હવે પ્રવાસીઓ માટે નાગરિકતા મેળવવા માટે રાહ જોવાનો સમયગાળો પાંચથી વધારીને 10 વર્ષ કરવામાં આવ્યો છે. બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમરે  ઇમિગ્રેશન પર એક કડક નવી નીતિની જાહેરાત કરી છે. આ પગલાનો ઉદ્દેશ્ય આગામી પાંચ વર્ષમાં ઇમિગ્રેશનના આંકડામાં નોંધપાત્ર ઘટાડો સુનિશ્ચિત કરવાનો છે. આ નવી નીતિ ભારતીયો સહિત વિશ્વભરના ઇમિગ્રન્ટ્સને અસર કરશે. સંસદમાં સ્થળાંતર પરના બહુપ્રતિક્ષિત શ્વેતપત્રની રજૂઆત પહેલા એક પ્રેસ કોન્ફરન્સમાં સ્ટાર્મરે અગાઉની કન્ઝર્વેટિવ પાર્ટી સરકાર પર ખુલ્લી સરહદોનો બહાનો તરીકે ઉપયોગ કરીને ગડબડ કરવાનો આરોપ મૂક્યો હતો. તેમણે કહ્યું કે, પ્રવાસન પ્રણાલીને કડક બનાવવામાં આવશે જેથી અમારું વધુ નિયંત્રણ રહે.

નવી નીતિ પછી આ વ્યવસ્થા બદલાશે

યુકેના ગૃહ સચિવ યવેટ કૂપર હાઉસ ઓફ કોમન્સમાં શ્વેતપત્ર રજૂ કરશે

બ્રિટિશ ગૃહ સચિવ યવેટ કૂપર હાઉસ ઓફ કોમન્સમાં શ્વેતપત્ર રજૂ કરશે. જેમાં વિદેશી સંભાળ કામદારોની સંખ્યા ઘટાડવાનો પણ સમાવેશ થઈ શકે છે, જેમાં આરોગ્ય અને દેખભાળ વિઝા અવરોધિત કરવાનો પણ સમાવેશ થાય છે. કુશળ કામદારો માટે વિઝા નિયમો કડક બનાવવામાં આવશે જેથી લઘુત્તમ લાયકાતની જરૂરિયાત ગ્રેજ્યુએશન સ્તર સુધી વધારી શકાય અને તેમના માટે લઘુત્તમ પગાર મર્યાદા પણ વધારી શકાય.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.