ફિલ્મ અભિનેતા રામ ચરણે વીર સાવરકરની 140મી જન્મજયંતિ પર ફિલ્મ ‘ધ ઈન્ડિયા હાઉસ’ની જાહેરાત કરી છે. આ ફિલ્મમાં નિખિલ સિદ્ધાર્થ અને અનુપમ ખેર મહત્વની ભૂમિકા ભજવશે. રામ ચરણ તેલુગુ ફિલ્મોના સુપરસ્ટાર છે. હવે તેણે ટ્વિટર પર માહિતી આપી છે કે તે ફિલ્મ પ્રોડક્શનમાં ઝંપલાવા જઈ રહ્યા છે. વાત કરીએ તો રામ ચરણની ફિલ્મ RRRમાં બેસ્ટ પર્ફોર્મન્સ બાદ હવે ફિલ્મ પ્રોડક્શન વેન્ચરની શરુઆત કરવા જઈ રહ્યા છે.
રામ ચરણની પહેલી ફિલ્મનું નામ ‘ધ ઈન્ડિયા હાઉસ’ હશે જે આખા ભારતમાં રિલીઝ થશે. આ ફિલ્મનો એનિમેટેડ પ્રોમો રિલીઝ થઈ ગયો છે. તેમાં ફિલ્મ અને કલાકારોના નામ આપવામાં આવ્યા છે. રામ ચરણે ટ્વિટર કરીને માહિતી આપી છે. તમને જણાવી દઈએ તો રામચરણની આ પહેલી ફિલ્મ હશે અને તેમાં એનિમિટેડ ફિલ્મ તરીકે તે દેશભરમાં રિલિઝ થશે.
નોંધપાત્ર વાત એ છે કે આ ફિલ્મનું લેખન પણ રામ વંશી કૃષ્ણ જ કરવાના છે. તે પહેલીવાર કોઈ ફિલ્મનું નિર્દેશન કરશે. રામ ચરણે પોતાની ફિલ્મ કંપનીનું નામ વી મેગા પિક્ચર્સ રાખ્યું છે. આ સિવાય અભિષેક અગ્રવાલ પણ આ ફિલ્મનું નિર્માણ કરશે. તે તેના માટે ખૂબ જ ઉત્સાહિત છે. આ ફિલ્મનો ટીઝર વીડિયો ઘણો ધમાકેદાર છે.
અભિષેક અગ્રવાલે અગાઉ ધ કાશ્મીર ફાઇલ્સનું નિર્માણ કર્યું હતું. તેનું નિર્દેશન વિવેક અગ્નિહોત્રીએ કર્યું હતું. તેણે 2022ની તેલુગુ ફિલ્મ કાર્તિકેય 2નું નિર્માણ પણ કર્યું હતું. આ ફિલ્મે બોલિવૂડે સારો બિઝનેસ કર્યો હતો.
દરમિયાન, રામ ચરણ તાજેતરમાં જ કાશ્મીરમાં જી-20 બેઠકમાં ભાગ લેતા જોવા મળ્યા હતા. તેણે ફિલ્મ RRR ના ગીત નાટુ નાટુ પર પણ ડાન્સ કર્યો હતો. રામ ચરણ એક ફિલ્મ અભિનેતા છે. તેની ઘણી લોકપ્રિયતા છે. તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે અને અવારનવાર તેના ફેન્સ સાથે વાતચીત કરે છે. તેમની ફિલ્મ RRR ના ગીત નાટુ-નાટુને પણ ઓસ્કાર એવોર્ડ મળ્યો હતો.