પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતની જવાબી કાર્યવાહીને જર્મની તરફથી મજબૂત સમર્થન મળ્યું છે. ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર હાલમાં જર્મનીના પ્રવાસે છે. આ દરમિયાન, તેમણે જર્મન વિદેશ મંત્રી જોહાન વાડેફુલ સાથે મુલાકાત કરી અને ફરી એકવાર પાકિસ્તાનને ચેતવણી આપી કે ભારત કોઈપણ પરમાણુ ખતરાથી ડરવાનું નથી.
Excellent meeting today with FM @JoWadephul in Berlin.
Deeply appreciate Germany’s understanding of India’s right to defend itself against terrorism.
Discussed making our Strategic Partnership stronger, deeper and closer. Identified areas of further promise and potential.… pic.twitter.com/teX3h6DDWb
— Dr. S. Jaishankar (@DrSJaishankar) May 23, 2025
ભારતને મળ્યું જર્મનીનું સમર્થન
જર્મન વિદેશ મંત્રી જોહાન વાડેફુલે (Johann Wadephul) આતંકવાદી હુમલાની કડક નિંદા કરી અને ઓપરેશન સિંદૂર અંગે કહ્યું કે ભારતને આતંકવાદ સામે પોતાનો બચાવ કરવાનો સંપૂર્ણ અધિકાર છે. જર્મની આતંકવાદ સામેની કોઈપણ લડાઈને સમર્થન આપશે. જર્મન વિદેશ મંત્રીએ કહ્યું, ‘આતંકવાદને દુનિયામાં ક્યાંય સ્થાન ન મળવું જોઈએ અને તેથી જ અમે આતંકવાદ સામે લડનારા બધાને સમર્થન આપીશું.’ વાડેફુલે કહ્યું કે અમે 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા ક્રૂર આતંકવાદી હુમલાથી સ્તબ્ધ છીએ. ભારતને ચોક્કસપણે આતંકવાદ સામે પોતાનો બચાવ કરવાનો સંપૂર્ણ અધિકાર છે. જોકે, એ પણ એક હકીકત છે કે હવે યુદ્ધવિરામ લાગુ થઈ ગયો છે, જેની અમે ખૂબ પ્રશંસા કરીએ છીએ. તેમણે યુદ્ધવિરામ જાળવી રાખવા અને પરસ્પર વાતચીત દ્વારા ઉકેલ શોધવા પર ભાર મૂક્યો. જર્મન વિદેશ મંત્રીએ કહ્યું કે ભારત અને જર્મની વચ્ચે આતંકવાદ વિરોધી સહયોગ પર નિયમિત વાતચીત થઈ રહી છે અને આવનારા સમયમાં તેને વધુ મજબૂત બનાવવામાં આવશે.