નવસારી રેલવે સ્ટેશને જુના ફૂટ ઓવરબ્રિજને તોડવાની કામગીરી તથા વલસાડ અને અતુલની વચ્ચે નવા બની રહેલ બ્રિજ પર ગર્ડર મૂકવાની કામગીરીને લઈને તા.26 અને 27ના રોજ બે કલાક માટે બ્લોકનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ બ્લોકને કારણે 26 અને 27મી મેના રોજ 69153 ઉમરગામ રોડ-વલસાડ મેમુ અને 69154 વલસાડ-ઉમરગામ રોડ મેમુ રદ રહેશે. બીજી તરફ, 26 મેના રોજ ટ્રેન નંબર 19015 દાદર-પોરબંદર એક્સપ્રેસ 20 મિનિટ, 22954 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ એક કલાક 30 મિનિટ અને ૨૫ મેના રોજ ટ્રેન નંબર 12926 અમૃતસર-મુંબઈ સેન્ટ્રલ પશ્ચિમ એક્સપ્રેસ એક કલાક 50 મિનિટ, 22195 વીરંગના લક્ષ્મીબાઈ ઝાંસી-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ એક્સપ્રેસ 25 મિનિટ મોડી આવશે. 27 મેના રોજ ઉપડનારી ટ્રેન નંબર 19015 દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 25 મિનિટ, 09003 મુંબઈ સેન્ટ્રલ-દિલ્હી એસી સુપરફાસ્ટ સ્પેશિયલ 30 મિનિટ, 22954 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ એક કલાક 30 મિનિટ મોડી પડશે. 25 મેના રોજ ઉપડનારી 19567 તુતીકોરીન – ઓખા એક્સપ્રેસ 1 કલાક 50 મિનિટ મોડી પડશે. 26 મેના રોજ ઉપડનારી 12926 અમૃતસર-મુંબઈ સેન્ટ્રલ પશ્ચિમ એક્સપ્રેસ 1 કલાક 50 મિનિટ મોડી પડશે, 19028 જમ્મુ તાવી-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ 1 કલાક 30 મિનિટ મોડી પડશે અને 22195 વીરાંગના લક્ષ્મીબાઈ ઝાંસી-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ એક્સપ્રેસ 30 મિનિટ મોડી પડશે.