Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 31°C

ટેરિફ વૉર : ટ્રમ્પે Apple બાદ હવે Samsungને નિશાને લીધી, આપી ચેતવણી

ટેરિફ વૉર : ટ્રમ્પે Apple બાદ હવે Samsungને નિશાને લીધી, આપી ચેતવણી

વોશિંગ્ટન ડીસી, અમેરિકા અમેરિકા ભારતનો પ્રત્યક્ષ નહીં પરંતુ પરોક્ષ રીતે વિરોધ કરી રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રેમ્પે (Donald Trump) પહેલા એપલ (Apple) કંપનીને ચેતવણી આપી હતી કે, તમારે દેશમાં જ આઈફોન બનાવવા છે, અને જો ભારતમાં બનાવશે તો 25 ટકા ટેરિફ લગાવવાની ધમકી પણ આપવામાં આવી હતી.

એપ્પલ બાદ હવે સેમસંગ (Samsung)ને ટ્રમ્પે ધમકી આપી છે. અમેરિકાએ સેમસંગ કંપનીને ક્યું કે, જો આ કંપનીઓ અમેરિકામાં તેમના સ્માર્ટફોનનું ઉત્પાદન નહીં કરે, તો તેમને 25% આયાત ડ્યુટી (ટેરિફ)નો સામનો કરવો પડશે. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ હવે મનમાની કરી રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે.

સ્માર્ટફોનનું ઉત્પાદન કરતી દરેક કંપનીને 25% ટેરિફની ધમકી

ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં પત્રકારો સાથે વાત કરતા સ્પષ્ટ રીતે કહ્યું કે, ‘ટેરિફની વાત માત્ર એપ્પલ પૂરતી સીમિત નથી. આ સેમસંગ અને અમેરિકામાં ફોન વેચતી કોઈપણ કંપનીને લાગુ પડશે.

જો તેઓ અમેરિકામાં ફેક્ટરી સ્થાપશે, તો કોઈ ટેરિફ નહીં હોય. પરંતુ જો તેઓ આમ નહીં કરે, તો તેમને 25% ટેક્સ ચૂકવવો પડશે’. એક રીતે જોવા જઈએ તો અમેરિકા વિશ્વના અન્ય દેશો સાથે ટેરિપ વોર છેડી રહ્યું છે. જેમાં ભારતને ખાસ નિશાન બનાવવામાં આવી રહ્યું છે.

એપલ કંપની આઇફોનનું ઉત્પાદન ભારતમાં કરવા માંગે છે

અત્રે ઉલ્લેખનીય છે કે, એપલના આઇફોનનું ઉત્પાદન અત્યાર સુધી ચીનમાં થતું હતું પરંતુ હવે તે ભારતમાં ઉત્પાદન કરવાનું વિચારી રહ્યાં છે, જેના તમામ તૈયારીઓ પણ થઈ ગઈ છે.

યુએસમાં વેચાતા મોટાભાગના આઇફોનનું ઉત્પાદન હવે ચીનમાં નહીં પણ ભારતમાં થશે. યુએસ-ચીન વેપાર યુદ્ધની પૃષ્ઠભૂમિમાં આ એક વ્યૂહાત્મક પગલું હતું. પરંતુ એપલના આ નિર્ણયથી ડોલાન્ડ ટ્રમ્પ ખુશ નથી, જેથી એપલ અને અન્ય કંપનીઓને ધમકી આપી દેવામાં આવી છે.

એપલ કરતા સેમસંગની સ્થિતિ એકદમ અલગ છે

જો સેમસંગની વાત કરવામાં આવે તો, એપલ કરતા તેની સ્થિતિ અલગ છે. કારણે કે, સેમસંગે 2019થી જ ચીનમાં ફોનનું ઉત્પાદન કરવાનું બંધ કરી દીધું હતું. સેમસંગ સ્માર્ટફોન હાલમાં ભારત, દક્ષિણ કોરિયા, વિયેતનામ અને બ્રાઝિલમાં બની રહ્યાં છે.

સેમસંગ ચીન પર નિર્ભર ના હોવા છતાં ટ્રમ્પે સેમસંગને આવી ચેતાવણી આપી છે. આડકતરી રીતે આ ભારતને વિરોધ જ થઈ રહ્યો છે. અમેરિકા નથી ઈચ્છતું કે ભારત તેની હરોળમાં આવે અને તેનાથી આગળ નીકળી જાય.

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.