Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 31°C

ભારત-કેનેડા વચ્ચેના સંબંધો ફરી સુધરશે? એક વર્ષ બાદ બંને દેશોના વિદેશ મંત્રીએ કર્યો સંવાદ

ભારત-કેનેડા વચ્ચેના સંબંધો ફરી સુધરશે? એક વર્ષ બાદ બંને દેશોના વિદેશ મંત્રીએ કર્યો સંવાદ

ભારત અને કેનેડા વચ્ચે છેલ્લા બે વર્ષોથી સંબંધોમાં પડેલી તિરાડ હવે દૂર થવાનો આશાવાદ વ્યક્ત થઈ રહ્યો છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે આ સંકેત આપ્યો છે. તેમણે બંને દેશો ટૂંકસમયમાં પોતાના સંબંધોમાં સુધારો કરવાના પ્રયાસ શરૂ કરશે તેવી શક્યતાઓ જણાવી છે. જયશંકરે રવિવારે મોડી રાત્રે કેનેડાના નવા વિદેશ મંત્રી અનિતા આનંદ સાથે ટેલિફોનિક વાર્તાલાપ કર્યો હતો. બંને વચ્ચે વાર્તાલાપ સકારાત્મક રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.

આર્થિક સહયોગ પર ચર્ચા

બંને વિદેશ મંત્રીએ આર્થિક સહયોગ પર ચર્ચા કરી હતી. કેનેડામાં હાલમાં જ માર્ક કાર્નિના નેતૃત્વ હેઠળ નવી સરકાર બની છે. નવી સરકાર ભારત સાથે સંબંધો સુધારવાનો પ્રયાસ કરતી જોવા મળી છે. તે પૂર્વ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો દ્વારા ભારત વિરોધી નિવેદનો મારફત સંબંધોમાં આવેલી તિરાડ પૂરવાનું વલણ દર્શાવી રહી છે. ઉલ્લેખનીય છે, બંને દેશોના વિદેશ મંત્રીએ ફેબ્રુઆરી, 2024 બાદ પ્રથમ વખત બેઠક કરી છે.

એફટીએ થવાની શક્યતા

બંને દેશો વચ્ચે લાંબા સમય બાદ ચર્ચાઓ સંકેત આપી રહી છે કે, બંને સરકાર વચ્ચે ફરી મુક્ત વેપાર કરાર (એફટીએ) શરૂ થઈ શકે છે. જયશંકરે જણાવ્યું હતું કે, બંને દેશો આર્થિક સંબધો વધારવા ભાગીદારી કરી શકે છે.

સોશિયલ મીડિયા પર આપી જાણકારી

અનિતા આનંદ સાથે વાતચીત કર્યા બાદ જયશંકરે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, કેનેડાના વિદેશ મંત્રી સાથે થયેલો વાર્તાલાપ પ્રશંસનીય રહ્યો છે. અમે ભારત-કેનેડાના સંબંધોની ભાવિ સંભાવનાઓ વિશે વાત કરી છે. મેં તેમને સફળ કાર્યકાળ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. બંને દેશો આર્થિક સંબંધોને વેગ આપવા અને ભાગીદારી કરવા પ્રાધાન્ય આપવા ઉત્સુક છે. આનંદે પણ આર્થિક સહયોગની વાત કરી છે.

ભારત-કેનેડાના સંબંધોમાં તિરાડનું કારણ

ભારત અને કેનેડા વચ્ચે 2023થી સંબંધોમાં તિરાડ પડી હતી. પૂર્વ વડાપ્રધાન ટ્રુડોએ કેનેડામાં રહેતાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યાનો આરોપ ભારતની સરકારી એજન્સીઓ પર મૂક્યો હતો. તેમજ ભારત વિરૂદ્ધ નિવેદનો આપ્યા હતાં. વધુમાં ભારત-કેનેડા વચ્ચેના આર્થિક સંબંધોમાં પણ લગામ મૂકી હતી. જો કે, આ આરોપો હેઠળ કેનેડાએ અત્યારસુધી ભારત વિરૂદ્ધ કોઈ પુરાવા રજૂ કર્યા નથી. બંને દેશોએ એક-બીજાના હાઈ કમિશનરને હાંકી કાઢ્યા હતાં.

રાજકીય હિતો માટે ટ્રુડોએ રચ્યું ષડયંત્ર

ભારતે કેનેડા દ્વારા મૂકવામાં આવેલા તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતાં. ભારતે આક્ષેપ કર્યો હતો કે, ટ્રુડોએ પોતાના રાજકીય હિતો માટે ભારત સાથે સંબંધો બગાડ્યા છે. જેના લીધે એફટીએ મીટિંગ સ્થગિત થઈ હતી.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.