Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 31°C

એર ઇન્ડીયાએ કરી મોટી જાહેરાત, હવે ક્યારેય આકાશમાં ઉડાન નહી ભરે ફ્લાઇટ નંબર 171નું વિમાન

એર ઇન્ડીયાએ કરી મોટી જાહેરાત, હવે ક્યારેય આકાશમાં ઉડાન નહી ભરે ફ્લાઇટ નંબર 171નું વિમાન

12 જૂને (ગુરુવાર) અમદાવાદમાં થયેલી ગોઝારી વિમાન દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. એર ઇન્ડિયાનું વિમાન AI-171 અમદાવાદમાં દુર્ઘટનાનો શિકાર બન્યું હતું. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર 265 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ દર્દનાક ઘટના બાદ એર ઇન્ડિયા વિમાન કંપનીએ એક મોટો નિર્ણય લીધો છે.

AI-171 નંબરનો ક્યારેય ઉપયોગ નહીં થાય

એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા (AI) એક્સપ્રેસ ફ્લાઇટ નંબર ‘171’ નો ક્યારેય ઉપયોગ નહીં કરે. શનિવારે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં વિમાનમાં 242 લોકો સવાર હતા. ઉડાન ભરતાંની સાથે દુર્ઘટનાગ્રસ્ત થયેલું બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાન અમદાવાદથી લંડન ગેટવિક માટે ફ્લાઇટ નંબર ‘AI 171’ તરીકે ઉડાન ભરી રહ્યું હતું.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.