Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 26°C

આગામી વર્ષથી ધોરણ 10ની પરીક્ષા બે વખત લેવાશે, CBSEએ નવા નિયમોને આપી મંજૂરી

આગામી વર્ષથી ધોરણ 10ની પરીક્ષા બે વખત લેવાશે, CBSEએ નવા નિયમોને આપી મંજૂરી

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) દ્વારા કરવામાં આવેલી નવી જાહેરાત અનુસાર વર્ષ 2026થી ધોરણ 10ની બોર્ડ પરીક્ષા હવે વર્ષમાં બે વખત લેવામાં આવશે. CBSEના એક્ઝામ કંટ્રોલર સંયમ ભારદ્વાજે સ્પષ્ટ રીતે કહ્યું છે કે બોર્ડે આ દ્વિ-વાર્ષિક પરીક્ષા મોડલને મંજૂરી આપી દીધી છે. આ નિર્ણયથી વિદ્યાર્થીઓને વધુ એક તક મળશે પોતાનો અભ્યાસસફળતાપૂર્વક પાર પાડી શકાય, તેમજ પરિણામ સુધારવાનો મોકો પણ મળશે.

આ નવનિર્મિત પદ્ધતિ અંતર્ગત, પ્રથમ બોર્ડ પરીક્ષા ફેબ્રુઆરી મહિનામાં અને બીજી પરીક્ષા મે મહિનામાં આયોજિત થશે. પ્રથમ પરીક્ષાનું પરિણામ એપ્રિલમાં જાહેર થશે અને બીજી પરીક્ષાનું પરિણામ જૂનમાં આવશે. બંને પરીક્ષાઓમાં સંપૂર્ણ પાઠ્યક્રમ આવરી લેવાશે, અને દરેક પરીક્ષા માટે વિષયવાર પ્રશ્નપત્ર એકસરખું હશે.

આ નવી વ્યવસ્થામાં સૌથી મહત્વની બાબત એ છે કે પ્રથમ પરીક્ષા ફરજિયાત હશે, જ્યારે બીજી પરીક્ષા વૈકલ્પિક રહેશે. એટલે કે, જો કોઈ વિદ્યાર્થી પહેલી પરીક્ષામાં પાસ થઈ જાય પણ પોતાનું પરિણામ સુધારવા ઈચ્છે, તો તે બીજી પરીક્ષામાં બેસી શકે છે. જો બીજી પરીક્ષામાં માર્ક્સ વધુ મળે તો તે પરિણામ માન્ય રહેશે, પરંતુ જો પહેલામાં વધુ માર્ક્સ મળે તો પહેલાનું પરિણામ જ અંતિમ ગણાશે.

CBSEએ વધુમાં સ્પષ્ટ કર્યું છે કે બંને પરીક્ષા માટે પરીક્ષાર્થીઓને એકજ પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવશે, જેથી તેમને નવી જગ્યા કે નવા કેન્દ્રની ચિંતા ન રહે. ઈન્ટરનલ અસેસમેન્ટ પણ હવે વર્ષમાં એક જ વખત લેવામાં આવશે, જે નવા મોડલને વધુ વ્યવસ્થિત બનાવે છે.

વિદ્યાર્થીઓ માટે આ બદલાવ ખૂબ લાભદાયી સાબિત થઈ શકે છે, ખાસ કરીને તેઓ માટે જેમને ફેબ્રુઆરીમાં પર્યાપ્ત તૈયારી ન થઈ હોય. તેઓ માટે મેની પરીક્ષા નવી તકરૂપ સાબિત થશે. CBSEના આ પગલાને વિદ્યાર્થી મૈત્રીભાવે જોડાયેલ ગણાવવામાં આવી રહ્યું છે અને એ શિક્ષણક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ સુધારાત્મક પગલું છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://youtube.com/@user-oneindianews?feature=shared

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.