Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 26°C

હિમાચલ પ્રદેશમાં ‘આફતોનું પૂર’: અતિભારે વરસાદ બાદ મંડીમાં 10ના મોત, 34 ગુમ

હિમાચલ પ્રદેશમાં ‘આફતોનું પૂર’: અતિભારે વરસાદ બાદ મંડીમાં 10ના મોત, 34 ગુમ

હિમાચલ પ્રદેશમાં વરસાદે ફરી એકવાર વિનાશક સ્વરૂપ ધારણ કર્યું છે. છેલ્લા 24 કલાકમાં વાદળ ફાટવાની 16 ઘટનાઓ, અચાનક પૂરની 3 અને અનેક ભૂસ્ખલન ઘટનાઓને લીધે રાજ્યમાં કુલ 10 લોકોના મોત થયા છે, જ્યારે 34 લોકો ગુમ છે, જેમાંથી 11 લોકોના પાણીમાં તણાવાની આશંકા છે.

સૌથી વધુ અસર મંડી જિલ્લામાં

મંડી જિલ્લો સૌથી વધુ નુકસાની ભોગવી રહ્યો છે. અહીં 10 વખત વાદળ ફાટવાની ઘટના નોંધાઈ છે અને છેલ્લાં 32 કલાકમાં રેસ્ક્યુ ઓપરેશનમાં 316 લોકોને બચાવાયા છે. ગામડાં, રસ્તાઓ, મકાનો અને માળખાગત સુવિધાઓને ભારે નુકસાન થયું છે.

રાજ્યવ્યાપી નુકસાની અને રાહત કામગીરી

હિમાચલ પ્રદેશમાં છેલ્લા 11 દિવસમાં ભારે વરસાદના કારણે અંદાજે ₹356.67 કરોડથી વધુનું નુકસાન થયું છે. અનેક રસ્તાઓ બંધ થયા છે, વીજ પુરવઠા અવરોધાયો છે અને પીવાના પાણીની લાઇનોને પણ નુકસાન થયું છે.

શિક્ષણ ક્ષેત્રે અસર

વરસાદની સ્થિતિના કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં બધી શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ બે દિવસ માટે બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓ અને સ્ટાફને સલામત રાખી શકાય.

રાહત કામગીરી

હાલ સુધીમાં રાજ્યભરમાં કુલ 287 લોકોને રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે:

  • મંડી: 233+
  • હમીરપુર: 51
  • ચમ્બા: 3

પશુધનને પણ નુકસાન પહોંચ્યું છે, અનેક ગૌશાળાઓ પાણીમાં ડૂબી ગઈ છે.

હવામાન વિભાગની ચેતવણી

ભારતીય હવામાન વિભાગ (IMD)એ આગાહી કરી છે કે 2 જુલાઈએ હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પૂર્વી રાજસ્થાન, ઓડિશા, ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. રાજ્યો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે.

હિમાચલમાં વરસાદે વિજળીને પાંખ આપતા ખતરાની ઘંટી વાગી છે. રાજ્ય સરકાર, NDRF, પોલીસ અને સ્થાનિક તંત્ર સતત રાહત કાર્યમાં જોડાયેલા છે. લોકો માટે સલાહ છે કે તેઓ સંવેદનશીલ વિસ્તારોમાંથી દૂર રહે, વાદળ ફાટ અને ભૂસ્ખલન સંભવિત વિસ્તારોમાં મુસાફરી ટાળે, તેમજ તંત્રના માર્ગદર્શનમાં રહે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://youtube.com/@user-oneindianews?feature=shared

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.