મહારાષ્ટ્રમાં ચાલી રહેલા ભાષા વિવાદના સંદર્ભમાં શનિવાર, 5 જુલાઈ 2025ના રોજ એક ઐતિહાસિક દૃશ્ય સર્જાયું, જ્યારે લગભગ વીસ વર્ષ પછી શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના અધ્યક્ષ રાજ ઠાકરે એક જ મંચ પર જોવા મળ્યા. આ ઇવેન્ટને ‘મરાઠી વિજય રેલી’ નામ આપવામાં આવ્યું હતું અને એ માત્ર એક ભાષાના હિત માટે સંઘર્ષ નહીં, પણ રાજકીય સમીકરણોમાં પણ બદલાવ લાવનાર ક્ષણ બની રહી.
મરાઠી ભાષા અને મહારાષ્ટ્રની ઓળખ માટે જાહેર કરાયેલી આ સંયુક્ત રેલીમાં ઉદ્ધવ અને રાજ ઠાકરે બંનેએ એકબીજાની હાજરીની પ્રશંસા કરતા જતાવ્યું કે તેઓ હવે ભવિષ્યમાં સાથે ચાલવા તૈયાર છે. ઉદ્ધવ ઠાકરેએ પોતાની વાતમાં સ્પષ્ટ કર્યું કે, “અમે હવે સાથે આવ્યા છીએ અને તે છેવટ સુધી સાથે જ રહીશું. અમારાં અંતર દૂર થયા છે. હવે એકતા જ સૌથી મહત્વપૂર્ણ છે. જે લોકો મરાઠીનું અપમાન કરે છે, તેમને સહન કરવાનું હવે બંધ કરવું પડશે.”
આ સમારંભે માત્ર ભાષાના પ્રશ્નોને વાચા આપી નહીં, પરંતુ રાજકીય રીતે પણ અનેક સંકેત આપ્યા. રાજ ઠાકરેએ પોતાની વાણીમાં કહ્યું, “મારું મહારાષ્ટ્ર કોઈપણ રાજકારણથી મોટું છે. આજે ૨૦ વર્ષ પછી હું અને ઉદ્ધવ ભાઈ સાથે બેઠા છીએ. જે કામ અમારા વડિલ બાળાસાહેબ ઠાકરે ન કરી શક્યા, તે દેવેન્દ્ર ફડણવીસે કરી બતાવ્યું — અમને બંનેને ફરી સાથે લાવવાનું કાર્ય.”
Mumbai: Shiv Sena (UBT) Chief Uddhav Thackeray says, "We have come together to stay together"
Uddhav Thackeray faction (UBT) and Maharashtra Navnirman Sena (MNS) are holding a joint rally at Worli Dome in Mumbai, after the Maharashtra government scrapped two GRs to introduce… pic.twitter.com/h9X4gs5VTg
— ANI (@ANI) July 5, 2025
આ બંને નેતાઓએ સંયુક્ત રૂપે મહારાષ્ટ્ર સરકાર અને કેન્દ્ર સરકાર પર પણ આક્ષેપ કર્યા, મરાઠી ભાષા અને પ્રદેશના ગૌરવના મુદ્દે યુનિવર્સિટી, નોકરીઓમાં હિન્દીનો દબદબો, તેમજ મહારાષ્ટ્રના હિતોની અવગણના માટે જવાબદાર ગણાવ્યા. રેલીમાં મોટી સંખ્યામાં મરાઠીભાષી લોકોએ ભાગ લીધો હતો, જે દર્શાવે છે કે મરાઠી ભાવનાને આધારે નવી રાજકીય લહેર ઊભી થવાની શક્યતા છે.
આવા મંચ પરથી ઉદ્ધવ-રાજની આ એકતાને ભવિષ્યના ભાઈબંધ ગઠબંધનની શરુઆત તરીકે જોવામાં આવી રહી છે, ખાસ કરીને 2029ની લોકસભા ચૂંટણી પહેલાં મહારાષ્ટ્રના રાજકારણમાં નવી સમીકરણો ઉભી થાય તેવો અંદાજ નિષ્ણાતો દ્વારા વ્યક્ત થઈ રહ્યો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel