વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકના 350 વર્ષ પૂર્ણ થવા પર દેશવાસીઓને સંબોધિત કર્યા. PM મોદીએ કહ્યું કે છત્રપતિ શિવાજી મહારાજે ગુલામીની માનસિકતાનો અંત કર્યો. છત્રપતિ શિવાજી મહારાજનો રાજ્યાભિષેક દિવસ નવી ચેતના, નવી ઉર્જા લઈને આવ્યો છે. છત્રપતિ શિવાજી મહારાજનો રાજ્યાભિષેક એ સમયનો અદ્ભુત અને વિશેષ પ્રકરણ છે. PM મોદીએ કહ્યું કે, રાષ્ટ્રીય કલ્યાણ અને જન કલ્યાણ તેમના શાસનના મૂળભૂત તત્વો રહ્યા છે. આજે હું છત્રપતિ શિવાજી મહારાજના ચરણોમાં નમન કરું છું.
#WATCH | “When Chhatrapati Shivaji Maharaj’s coronation took place, it carried the slogan of Swaraj. Shivaji was a great soldier as well as a great administrator. He ended the mindset of slavery,” says PM Modi on the 350th anniversary of the coronation of Chhatrapati Shivaji… pic.twitter.com/JIeYlmDV2g
— ANI (@ANI) June 2, 2023
PM મોદીએ કહ્યું, સેંકડો વર્ષની ગુલામીએ દેશવાસીઓ પાસેથી તેમનો વિશ્વાસ છીનવી લીધો હતો, આવા સમયમાં લોકોમાં વિશ્વાસ જગાડવો મુશ્કેલ કામ હતું. તે સમયગાળામાં, છત્રપતિ શિવાજી મહારાજે માત્ર આક્રમણકારો સામે લડ્યા ન હતા પરંતુ લોકોના મનમાં એવી માન્યતા પણ જગાડી હતી કે સ્વ-શાસન શક્ય છે.