દહેગામ મામલતદારને આજે વિશ્વ હિંદુ પરીષદ અને રાષ્ટ્રિય બજરંગદળ દ્વારા એન્ટી લવ જેહાદનો ક.ડક કાયદો બનાવવા માટે વ.ડાપ્રધાન અને ગૃહમંત્રીને સંબોધીને આવેદન આપવામાં આવ્યુ હતુ. કાર્યકરોએ મામલતદારને દિલ્હીમાં સગીરાની ક્રુર રીતે કરવામાં આવેલી હત્યાના વિરોધમાં આવેદન આપીને આ રજુઆત કરાઇ હતી. ગુનેગારોને જાહેરમાં ફાંસી આપીને સમાજમાં ક.ડક દાખલો બેસાડવાની રજુઆત કરી હતી.
દિલ્હીમાં સગીરાના હત્યાંકાંડથી ભારે ચકચાર મચી છે. હત્યારા ઉપર ભારે ફિટકાર વરસી રહ્યો છે. આરોપીને જાહેરમાં જ ફાંસી આપીને નસ્યત કરવાની માંગ ચોરે ને ચોટે થઇ રહી છે. ગત 28 મી મેએ દિલ્હીમાં એક સગીર હિન્દુ દીકરીની વિધર્મી લવ જેહાદી દ્વારા જાહેરમાં હત્યા કરી દેવામાં આવી હતી. આ દીકરીની ક્રુર હત્યા છરીના ઘા મારીને તેમજ માથામાં પથ્થર મારીને કરવામાં આવી હતી. આ દુખદ ઘટના અસહ્ય હોવાની તેમજ હત્યાકાંડથી સમસ્ત હિન્દુ સમાજમાં દુઃખની લાગણી પ્રસરી છે.
સમાજમાં વિધર્મી યુવક પ્રત્યે ભારે રોષની લાગણી વ્યાપી છે. અગાઉ પણ એક હિન્દુ દીકરીના શરીરના ટુકડા કરીને વિધર્મી લવ જેહાદી દ્વારા હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. હાલના સમયમાં દેશની ગલીએ ગલીએ વિધર્મી લવ જેહાદીઓ દ્વારા હિન્દુ દીકરીઓને લવ જેહાદમાં ફસાવવા માટે બેફામ બન્યા હોવાની તથા અનેક યુવતીઓે હાલમાં પણ લાપતા થઇ ગઇ હોવાનુ વિશ્વ હિંદુ પરીષદ થતા બજરંગદળ દ્વારા જણાવ્યુ હતુ. અપહરણ, બળાત્કાર અને હત્યા જેવા ગુનાઓ જોવા મળી રહ્યા છે. દેશની યુવતીઓની સુરક્ષા માટે એન્ટી લવ જેહાદનો કડક કાયદો બવાનીને આવા ગુનેગારોને જાહેરમાં ત્વરીત ફાંસીએ લટકાવીને દાખલો બેસાડવાની માંગ વડાપ્રધાન અને ગૃહમંત્રી સમક્ષ આવેદન આપીને કરવામાં આવી હતી. દહેગામ ખાતે મહાદેવ દેસાઇ, અમીત ઉપાધ્યાય , હિેતેશ દરજી સહીતના કાર્યકરોએ એકઠા થઇ આવેદન આપ્યુ હતુ.