click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: અમદાવાદમાં આજે 70મો ફિલ્મફેર એવોર્ડ, 150થી વધુ બોલિવૂડ સ્ટાર્સ હાજર
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Ahmedabad > અમદાવાદમાં આજે 70મો ફિલ્મફેર એવોર્ડ, 150થી વધુ બોલિવૂડ સ્ટાર્સ હાજર
AhmedabadGujarat

અમદાવાદમાં આજે 70મો ફિલ્મફેર એવોર્ડ, 150થી વધુ બોલિવૂડ સ્ટાર્સ હાજર

આ મોટા આયોજન દ્વારા ગુજરાત સરકાર અમદાવાદ અને રાજ્યને સાંસ્કૃતિક તથા સ્પોર્ટ્સ એક્ટિવિટીના કેન્દ્ર તરીકે વૈશ્વિક સ્તરે પ્રસ્તુત કરવાના પ્રયાસ કરી રહી છે.

Last updated: 2025/10/11 at 5:59 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

ગુજરાતમાં સતત બીજીવાર પ્રતિષ્ઠિત 70મા ફિલ્મફેર એવોર્ડ સમારોહનું આયોજન શનિવારે અમદાવાદના કાંકરિયા ખાતે આવેલા ટ્રાન્સ્ટેડિયમમાં થવાનું છે. આ ભવ્ય ઇવેન્ટ માટે બોલિવૂડના 150થી વધુ જાણીતા કલાકારો અમદાવાદ આવી પહોંચ્યા છે, જેમાં શાહરૂખ ખાન, અક્ષય કુમાર, અભિષેક બચ્ચન, ક્રિતી સેનન, અનન્યા પાંડે, રાજકુમાર રાવ, સિદ્ધાંત ચતુર્વેદી, વિક્રાંત મેસી અને તમન્ના ભાટિયા જેવા સ્ટાર્સનો સમાવેશ થાય છે.

આ કાર્યક્રમ માત્ર ફિલ્મફેર એવોર્ડનો જ ઉત્સવ નથી, પરંતુ ગુજરાતને સાંસ્કૃતિક, ફિલ્મી અને સ્પોર્ટ્સ હબ તરીકે વૈશ્વિક સ્તરે પ્રતિષ્ઠિત કરવાના પ્રયાસનો એક ભાગ છે. ગુજરાત સરકાર આ ઇવેન્ટ દ્વારા રાજ્યને 2036 ઓલિમ્પિક યજમાન બનવાની દાવેદારીમાં મજબૂત સ્થાન અપાવવા ઈચ્છે છે.

સવારના સમયે ફિલ્મ સ્ટાર્સની ખાસ એક્ટિવિટીઓ યોજાશે. અભિનેતા અક્ષય કુમાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરની મુલાકાત લીધી, જ્યાં તેઓ મોદીના જન્મસ્થળ, ઐતિહાસિક વડનગર મ્યુઝિયમ અને પ્રેરણા સ્કૂલની મુલાકાત લઈને ત્યાંના વિકાસ અને વારસાને જાણ્યા. બીજી તરફ, શાહરૂખ ખાન, અભિષેક બચ્ચન, ક્રિતી સેનન અને અનન્યા પાંડે જેવા કલાકારો નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પલેક્સની મુલાકાત લે તેવી શક્યતા છે, જ્યાં હાલ એશિયન એક્વેટિક વોટર પૂલ ટુર્નામેન્ટ ચાલી રહી છે. આ મુલાકાતોનો હેતુ ગુજરાતના સ્પોર્ટ્સ ક્ષેત્રના વિકાસ અને પ્રચાર-પ્રસારને પ્રોત્સાહન આપવાનો છે.

ફિલ્મફેર એવોર્ડના આ સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મંત્રીઓ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમનું સંચાલન શાહરૂખ ખાન, કરણ જોહર અને મનીષ પોલ કરશે. સમગ્ર સમારોહને ગ્રાન્ડ, ગ્લેમરસ અને ટેક્નોલોજીકલ રીતે અદ્યતન બનાવવા માટે ટ્રાન્સ્ટેડિયમમાં વિશાળ સ્ટેજ, લાઈટિંગ અને સાઉન્ડ સિસ્ટમ ગોઠવવામાં આવી છે.

ફિલ્મફેર સમારોહ માટે અમદાવાદ એરપોર્ટ પર ગઈ રાતથી જ ભારે ધમધમાટ જોવા મળ્યો હતો. લગભગ 15 ચાર્ટર ફ્લાઈટ્સ દ્વારા બોલિવૂડ સેલિબ્રિટીઓ અને ઉદ્યોગપતિઓ અમદાવાદ પહોંચ્યા હતા. એરપોર્ટથી હોટેલ અને સ્ટેડિયમ સુધી ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે.

ટ્રાન્સ્ટેડિયમમાં સમારોહ માટે 7 એન્ટ્રી ગેટ્સ બનાવવામાં આવ્યા છે, જેમાં VVIP અને VIP મહેમાનો માટે અલગ પ્રવેશદ્વાર છે. દર્શકો માટેની ટિકિટના દર રૂપિયા 5,000થી લઈને 50,000 સુધી રાખવામાં આવ્યા છે. રસપ્રદ રીતે, દરેક કેટેગરીને ગુજરાતના લોકપ્રિય સ્થળોના નામ આપવામાં આવ્યા છે — જેમ કે ₹5,000ની ટિકિટ માટે “સાપુતારા” અને ₹30,000થી ₹40,000ની ટિકિટ માટે “દ્વારકા” કેટેગરી.

પાર્કિંગ માટે પણ વિશાળ વ્યવસ્થા ગોઠવાઈ છે. એકા ક્લબ, કાંકરિયા આસપાસના 9 સ્થળો, મલ્ટીલેવલ પાર્કિંગ, ફૂટબોલ ગ્રાઉન્ડ, દેડકી ગાર્ડન અને કિડ્સ સિટી નજીકના પ્લોટો દર્શકો માટે ખુલ્લા રાખવામાં આવ્યા છે.

સરકારી તંત્ર દ્વારા ફિલ્મ સ્ટાર્સને અમદાવાદ અને આસપાસના ટુરિઝમ તથા એડવેન્ચર સ્પોર્ટ્સ એક્ટિવિટીના સ્થળોની મુલાકાત કરાવીને “બ્રાન્ડ ગુજરાત”ને વૈશ્વિક સ્તરે મજબૂત ઓળખ અપાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ ઇવેન્ટ માત્ર ફિલ્મી ચમકધમક નહીં પરંતુ ગુજરાતના કલ્ચર, આર્ટ, સ્પોર્ટ્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની શક્તિ દર્શાવવાનું મંચ બનશે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

અજય રાય વિરુદ્ધ FIR : પીએમ મોદી અંગે અભદ્ર ટિપ્પણી મામલે મહોબામાં કેસ નોંધાયો

ગ્રીન કાર્ડ નિયમોમાં મોટો ફેરફાર : ભારતીયો માટે અમેરિકામાં સ્થાયી થવું બન્યું વધુ મુશ્કેલ

નવી દિલ્હી બેઠક : અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી

પહલગામ આતંકી હુમલો : NIAની ચાર્જશીટમાં પાકિસ્તાન કનેક્શનનો ખુલાસો, લાહોરથી સંચાલન કરતો હતો સાજિદ જટ

થાઈલેન્ડ જવા માગતા લોકોને ઝટકો, સ્થાનિક સરકારે 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી બંધ કરી

TAGGED: @entertaiment, @india, 70th Filmfare Awards, 70મો ફિલ્મફેર એવોર્ડ, ahmedabad, Ahmedabad City, ahmedabad collector, akshay kumar, Bollywood stars, Breaking news, Chief Minister Bhupendrabhai Patel, CM Gujarat, gujarat, gujarati news, internationalnews, localnewsgujarat, Narendra Modi, newschannelinindia, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, pm modi, top news, topnews, topnewschannel, topnewschannelinindia, Vadnagar, અક્ષયકુમાર, અમદાવાદ, અમદાવાદ એરપોર્ટ, અમદાવાદ જિલ્લા, બોલિવૂડ સ્ટાર્સ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓક્ટોબર 11, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article શુભમન ગિલે ટેસ્ટમાં 10મી સદી ફટકારી ઇતિહાસ સર્જ્યો, કોહલી-શર્માના રૅકોર્ડ તોડ્યા
Next Article ભારતના સનાતન ધર્મથી જગતનું ભવિષ્ય ઊજળું હોવાનો શુભ ભરોસો આપતાં શ્રી મોરારિબાપુ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

અજય રાય વિરુદ્ધ FIR : પીએમ મોદી અંગે અભદ્ર ટિપ્પણી મામલે મહોબામાં કેસ નોંધાયો
Gujarat મે 23, 2026
ગ્રીન કાર્ડ નિયમોમાં મોટો ફેરફાર : ભારતીયો માટે અમેરિકામાં સ્થાયી થવું બન્યું વધુ મુશ્કેલ
Gujarat મે 23, 2026
નવી દિલ્હી બેઠક : અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી
Gujarat મે 23, 2026
પહલગામ આતંકી હુમલો : NIAની ચાર્જશીટમાં પાકિસ્તાન કનેક્શનનો ખુલાસો, લાહોરથી સંચાલન કરતો હતો સાજિદ જટ
Gujarat મે 23, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?