ઓડિશાના બાલાસોર જિલ્લામાં ગઈકાલે સાંજે એક ભયાનક ટ્રેન અકસ્માત થયો હતો. આ અકસ્માત પર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેમણે ટ્વિટ કરીને સંવેદના વ્યક્ત કરી હતી.
અકસ્માત એટલો ભયાનક હતો કે અત્યાર સુધીમાં 237 લોકોના મોત થયા છે અને 900થી વધુ લોકો ઘાયલ થયા છે. આ અકસ્માતના રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દુ:ખ વ્યક્ત કર્યું હતું. સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને કહ્યું ‘દુઃખની આ ઘડીમાં મારી સંવેદના શોકગ્રસ્ત પરિવારજનોની સાથે છે. ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના. આ દુર્ઘટનાને ધ્યાને રાખી કેન્દ્ર સરકારના 9 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આજે આયોજિત કાર્યક્રમ સહિત તમામ જાહેર કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને પીએમ તરફથી બે લાખ રૂપિયા અને રેલવે મંત્રાલયને 10 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે.
ઓડિશાના બાલાસોરમાં થયેલ ટ્રેન દુર્ઘટના અત્યંત હૃદયદ્રાવક છે. દુઃખની આ ઘડીમાં મારી સંવેદના શોકગ્રસ્ત પરિવારજનોની સાથે છે. ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરું છું.
આ દુર્ઘટનાને ધ્યાને રાખી કેન્દ્ર સરકારના 9 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આજે આયોજિત કાર્યક્રમ સહિત મારા…
— Bhupendra Patel (@Bhupendrapbjp) June 3, 2023
બાલાસોર જિલ્લામાં આ ટ્રેનની ઘટનામાં સ્થાનિક લોકો અને બચાવ ટીમ બોગીમાં ફસાયેલા લોકોને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. રેલ્વે, ફાયર બ્રિગેડ અને સ્થાનિક પોલીસ પ્રશાસનના 600 જવાનો આખી રાત અંધારામાં બોગીમાં ફસાયેલા લોકોને બહાર કાઢીને હોસ્પિટલ પહોંચાડતા રહ્યા. આ અકસ્માત બાલાસોરથી લગભગ ચાલીસ કિલોમીટર દૂર બહાનાગા બજાર સ્ટેશન પાસે થયો હતો. બહાનાગા, બાલાસોરથી ભુવનેશ્વર સુધીની હોસ્પિટલો ઘાયલોથી ભરેલી છે.
બાલાસોરમાં બનેલી આ ઘટનાએ બધાને ચોંકાવી દીધા છે. સ્થળ પર ઠેર-ઠેર મૃતદેહો પડ્યા છે, બૂમો પડી રહી છે. કેટલાક ટ્રેનમાં ફસાયા છે તો કેટલાક પાટા પર પડ્યા છે. રાહત બચાવ કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે, આવી સ્થિતિમાં ઘાયલ અને માર્યા ગયેલા લોકોની સંખ્યા સતત વધી રહી છે. મળતી માહિતી મુજબ છેલ્લા 12 કલાકથી રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું હોવા છતાં પણ મોટી સંખ્યામાં લોકો દુર્ઘટનાગ્રસ્ત ટ્રેનમાં ફસાયેલા છે.