વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાની મુલાકાત પહેલાં US કોંગ્રેસના સભ્ય રાજા કૃષ્ણમૂર્તિએ કહ્યું છે કે તેઓ ભારત-અમેરિકાની ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે ઉત્સુક છે જ્યારે બંને દેશો વચ્ચેની ભાગીદારી માત્ર અમેરિકા અને ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે મહત્વપૂર્ણ છે. .
US કોંગ્રેસમેનની પ્રતિક્રિયા પીએમ મોદીને 22 જૂને દેશની મુલાકાત દરમિયાન હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ અને સેનેટના સંયુક્ત સત્રને સંબોધિત કરવા માટેનું આમંત્રણ મળ્યા બાદ આવી હતી. ઇલિનોઇસના US પ્રતિનિધિ કૃષ્ણમૂર્તિએ કહ્યું હતું કે હું માનું છું કે આ મુલાકાત વિશ્વની સૌથી જૂની લોકશાહી US અને વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારત વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. રાષ્ટ્રપતિ જો બાયડેન અને ફર્સ્ટ લેડી જીલ બાયડેનના આમંત્રણને પગલે પીએમ મોદી 22 જૂને USની મુલાકાતે જવાના છે.
આ સંબંધ માત્ર યુનાઇટેડ સ્ટેટ્સ અને ભારતની સુરક્ષા અને સમૃદ્ધિ માટે મહત્વપૂર્ણ નથી પરંતુ હું એવી દલીલ પણ કરીશ કે આ સંબંધ સમગ્ર વિશ્વની સુરક્ષા અને સમૃદ્ધિ માટે મહત્વપૂર્ણ છે અને ચોક્કસપણે તે 21મી સદીમાં સાચું છે જ્યાં સ્વતંત્રતા અને લોકશાહી અને કાયદાનું શાસન અને મુક્ત એન્ટરપ્રાઇઝ અને મુક્ત બજારો બધા જોખમમાં છે તેમ US કોંગ્રેસમેને ઉમેર્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે તેઓ US-ભારત ભાગીદારીને મજબૂત અને વિકસવા અને વધુ ગાઢ બનાવવા માટે ઉત્સુક છે. હું કોંગ્રેસમાં મારા સાથી ભારતીય અમેરિકનો કે જેમને હું પ્રેમથી સમોસા કોકસ કહું છું તેમ જ અહીં યુનાઇટેડ સ્ટેટ્સમાં 40 લાખથી વધુ ભારતીય અમેરિકનો સાથે આવું કરવાનું ચાલુ રાખવા માટે આતુર છું તેમ કૃષ્ણમૂર્તિએ કહ્યું હતું.