click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ઈઝરાયેલમાં જામસાહેબની પ્રતિમાનું અનાવરણ, જેઓએ યહૂદી બાળકોને આપ્યો હતો આશરો
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ઈઝરાયેલમાં જામસાહેબની પ્રતિમાનું અનાવરણ, જેઓએ યહૂદી બાળકોને આપ્યો હતો આશરો
Gujarat

ઈઝરાયેલમાં જામસાહેબની પ્રતિમાનું અનાવરણ, જેઓએ યહૂદી બાળકોને આપ્યો હતો આશરો

જામસાહેબની પ્રતિમા નીચે લખવામાં આવ્યું છે: ‘નરસંહાર દરમિયાન તેમણે સ્વખર્ચે અનેક યહૂદી બાળકોને બચાવી લીધાં હતાં અને તેમને પોતાના ઘરે આશરો આપીને કાળજી લીધી અને પ્રેમ આપ્યો હતો.’

Last updated: 2025/11/12 at 2:31 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

દક્ષિણ ઈઝરાયેલના નેવાતિમ એરબેઝ ખાતે નવાનગર (હાલનું જામનગર)ના ભૂતપૂર્વ મહારાજા જામસાહેબ દિગ્વિજયસિંહ જાડેજાની પ્રતિમાનું ઐતિહાસિક અનાવરણ થયું છે. આ પ્રતિમા તેમના માનમાં સ્થાપિત કરવામાં આવી છે, કારણ કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેમણે પોલેન્ડના આશરે 1,000 બાળકોને, જેમાં અનેક યહૂદી બાળકો પણ સામેલ હતા, પોતાના રાજ્યમાં આશરો આપ્યો હતો. આ પ્રસંગે ભારતના રાજદૂત જેએપી સિંહ, પોલેન્ડના રાજદૂત તથા ઇઝરાયેલના વિદેશ મંત્રાલયના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

પ્રતિમાના તળિયે લખાયું છે:

“નરસંહાર દરમિયાન તેમણે પોતાના સ્વખર્ચે અનેક યહૂદી બાળકોને બચાવ્યા, તેમને આશરો અને પ્રેમ આપ્યો.”
સાથે જ યહૂદી ધર્મગ્રંથ તલમુદનું વાક્ય અંકિત છે —
“જે એક જીવ બચાવે છે, તે આખી દુનિયાને બચાવે છે.”

આ પ્રતિમાનો કાર્યક્રમ સપ્ટેમ્બર 2024માં યોજાવાનો હતો, પરંતુ ગાઝા યુદ્ધના કારણે તે મુલતવી રહ્યો હતો. આખરે હવે ઇઝરાયેલે આ મહારાજાને સ્મરણાર્થ સમ્માનિત કર્યા.

A moving tribute at Moshav Nevatim 🇮🇳🤝🇮🇱

The statue of Maharaja Jam Saheb of Nawanagar (Gujarat) was unveiled in Nevatim honouring his exemplary compassion during World War-II. He adopted hundreds of Polish children including Jewish children and built a home for them in 1942… pic.twitter.com/MLKg9satnk

— India in Israel (@indemtel) November 11, 2025

જામસાહેબ દિગ્વિજયસિંહ જાડેજા, નવાનગરના અંતિમ શાસક, એક દયાળુ અને પ્રજાવત્સલ રાજવી તરીકે જાણીતા હતા. 1942માં, પોલેન્ડમાં થયેલા નાઝી અને સોવિયેત હુમલાઓ પછી હજારો અનાથ બાળકો ભટકતાં હતાં ત્યારે જામસાહેબે તેમને બાલાચડી (જામનગર) ખાતે આશરો આપ્યો હતો. તેમણે બાળકોને કહ્યું હતું —

“તમે ભલે મા-બાપ ગુમાવ્યા હોય, પણ આજથી હું તમારો પિતા છું.”

જામસાહેબે તેમના રહેવા, શિક્ષણ, આરોગ્ય અને ખોરાકની સંપૂર્ણ વ્યવસ્થા કરી હતી. બાળકો તેમની ભાષા ન ભૂલે તે માટે પોલિશ ભાષાના શિક્ષકો અને પુસ્તકોની લાઇબ્રેરી પણ ઉભી કરાવી હતી. કેટલાક બાળકો માટે ખાસ પોલિશ રસોઈયા પણ રાખ્યા હતા.

વિશ્વયુદ્ધ પૂરુ થતાં આ બાળકો પરત પોલેન્ડ, બ્રિટન અને અમેરિકા ગયા, પરંતુ આજે પણ તેઓ પોતાના “બાપુસાહેબ”ને પ્રેમથી યાદ કરે છે. પોલેન્ડે તેમને “ગુડ મહારાજા” તરીકે સન્માનિત કર્યા છે અને વોર્સોવમાં તેમના નામે સ્મારક, શાળા અને “મહારાજા સ્ક્વેર” પણ બનાવ્યા છે. 2022માં તેમની યાદમાં એક ટ્રેન પણ શરૂ થઈ હતી.

હવે ઇઝરાયેલે પણ જામસાહેબના આ માનવતાવાદી કાર્યને સલામ આપી તેમની પ્રતિમા સ્થાપિત કરી છે — જે ભારતના અને ખાસ કરીને ગુજરાતના ઈતિહાસ માટે ગૌરવની બાબત છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: Breaking news, CM Gujarat, gujarat, gujarati news, internationalnews, ISRAEL, isreal, jamnagar, Jewish children, localnewsingujarat, oneindianews, oneindianewsgujarat, pm modi, Politics, Statue of Jam Saheb, topnews, topnewschannelinindia, ઈઝરાયેલ, ઈઝરાયેલ અને ઈરાન, જામનગર, નરસંહાર, નવાનગર, નેવાતિમ એરબેઝ, ભૂતપૂર્વ મહારાજા જામસાહેબ દિગ્વિજયસિંહ જાડેજા, યહૂદી નરસંહાર પીડિતો, યહૂદી બાળકો

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team નવેમ્બર 12, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article જમ્મુ-કાશ્મીરમાં જમાત-એ-ઇસ્લામીના ઠેકાણાઓ પર NIAના તાબડતોબ દરોડા
Next Article અમરેલીમાં ગૌવંશ કતલ કેસમાં ત્રણ આરોપીઓને આજીવન કેદ – ગુજરાતના ઈતિહાસનો પ્રથમ ચુકાદો

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?