અમરેલી સેશન્સ કોર્ટએ ગુજરાતના ઈતિહાસમાં એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે — ગૌવંશની કતલના ગુનામાં ત્રણ આરોપીઓને આજીવન કેદ અને દંડની સજા ફટકારી છે. આ પ્રથમવાર છે કે રાજ્યમાં ગૌવંશની કતલના કેસમાં આજીવન કેદનો હુકમ આપવામાં આવ્યો છે.
આ કેસ અમરેલીના બહારપરા વિસ્તારના મોટા ખાટકીવાડ કોળીવાડના નાકે બનેલો હતો, જ્યાં અક્રમભાઈ હાજીભાઈ સોલંકી પોતાના રહેણાંક મકાનમાં હિન્દુ ધર્મનું પવિત્ર પ્રતીક ગણાતી ગાયોના વાછરડા અને વાછરડીની કતલ કરી, તેમનું ગૌમાસ વેચાણ કરતા હતા. બાતમીના આધારે પોલીસે 6 નવેમ્બર, 2023ના રોજ સ્થળ પર દરોડો પાડ્યો હતો. આ દરમિયાન આરોપી કાસીમભાઈ હાજીભાઈ સોલંકી પકડાઈ ગયો હતો, જ્યારે બીજા બે આરોપી — સતારભાઈ ઇસ્માઈલભાઈ સોલંકી અને અક્રમભાઈ હાજીભાઈ સોલંકી — પોલીસને જોઈને ભાગી છૂટ્યા હતા.
પોલીસ તપાસમાં રસોડામાં કતલ કરેલા પશુના ટુકડાઓ, પૂંછડી, ચામડું, પગના કટકા તેમજ પ્લાસ્ટિકની ડોલમાં સંગ્રહિત બગાડ મળ્યો હતો. સ્થળ પરથી ગૌવંશ કતલના સાધનો અને લગભગ 40 કિલો ગૌમાસ પણ જપ્ત કરાયું હતું. આ બનાવની તપાસ પી.એસ.આઈ. કે.એમ. પરમારએ હાથ ધરી હતી.
કેસની સુનાવણી દરમિયાન સ્પેશ્યલ સરકારી વકીલ ચંદ્રેશ બી. મહેતાએ ધારદાર દલીલો સાથે મજબૂત પુરાવાઓ રજૂ કર્યા હતા, જેને કોર્ટે માન્ય રાખી ચુકાદો આપ્યો. સેશન્સ જજ રીજવાનાબેન બુખારીએ ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમની કલમ-5 હેઠળ ત્રણેય આરોપી — કાસીમભાઈ, સતારભાઈ અને અક્રમભાઈ —ને આજીવન કેદ અને દરેકને રૂ. 6,08,000ના દંડની સજા ફટકારી છે.
આ ચુકાદાને ગૌહત્યાના કેસોમાં કડક અને નવો નઝીર માનવામાં આવી રહ્યો છે. કોર્ટના આ નિર્ણયથી ગુજરાતમાં પશુ સંરક્ષણના કાયદાને વધુ સશક્ત અમલ માટે પ્રેરણા મળશે એવી ચર્ચા ચાલી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel