વડા પ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ આફ્રિકાના જોહાન્સબર્ગમાં યોજાનારા G20 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે પહોંચી ગયા છે, જ્યાં તેમનું સ્વાગત અત્યંત ભવ્ય અને ભાવનાત્મક રહ્યો. એરપોર્ટ પર ભારતીય મૂળના નાગરિકો અને ગિર્મિટિયા સમુદાયના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સ્વાગત સમારંભ દરમિયાન ગિર્મિટિયા સમુદાયના કલાકારોએ પ્રખ્યાત ભાવભર્યું ગીત ‘ગંગા મૈયા’ તમિલ ભાષામાં ગાયું, જેના સ્વરમાં તેમની વતન સાથેની લાગણી, પરંપરા અને પીડાનો ઇતિહાસ જીવંત થઈ ઊઠ્યો. કાર્યક્રમ દરમિયાન નાનાં બાળકો દ્વારા શાંતિ મંત્રનું વેદિક ઉચ્ચારણ કરવામાં આવ્યું, જેનાથી સમગ્ર સ્થળ ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક છાંટોથી ઓતપ્રોત થઈ ગયું. આ ક્ષણે હાજર દરેક ભારતીયને પોતાની મૂળભૂમિ સાથેનો અતૂટ જોડાણ અનુભવો થયો અને પીએમ મોદી પણ આ ભાવનાત્મક પ્રસંગે સ્પષ્ટ રીતે ભાવવિભોર થઈ ગયા.
जोहान्सबर्ग में दक्षिण अफ्रीका के गिरमिटिया गीत 'गंगा मैया' की प्रस्तुति भावविभोर कर गई। इस गीत को तमिल में सुनना अपने आप में एक अनूठा अनुभव रहा! इसमें उन लोगों की आशा और दृढ़ संकल्प की भावना समाहित है, जो कई दशक पहले यहां आए थे। भले ही उन्हें कठिन चुनौतियों का सामना करना पड़ा,… pic.twitter.com/4wbdmdz21y
— Narendra Modi (@narendramodi) November 21, 2025
આ સમગ્ર અનુભવ પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વિડિયો સાથે શેર કર્યો અને જણાવ્યું કે આ ક્ષણ તેમના માટે માત્ર સ્વાગત સમારંભ નહીં પરંતુ હૃદયને સ્પર્શી જતા સંસ્કૃતિ અને લાગણીના જોડાણની વિશેષ અનુભૂતિ હતી. તેમણે લખ્યું કે ગીત એ તે લોકોની આશા, સંઘર્ષ, અને અદમ્ય મનોબળની યાદ અપાવે છે, જેઓ વર્ષો પહેલાં મજૂરી માટે અજાણી ધરતી પર આવ્યા હતા, પરંતુ પોતાના અંદર ભારતને સપનાની જેમ જીવંત રાખ્યું. આ સબૂત છે કે સમય, અંતર અને પરિસ્થિતિ ભલે બદલાઈ જાય, પરંતુ સંસ્કૃતિ અને ભાવનાત્મક જોડાણ ક્યારેય મરતું નથી.
The cultural connect between India and South Africa is truly heartwarming and timeless.
In Johannesburg, my young friends sang the Ganapati Prarthana, Shanti Mantra and other divine prayers with great devotion. Such moments reaffirm the enduring bonds between our people. pic.twitter.com/0VeCjHQSSN
— Narendra Modi (@narendramodi) November 21, 2025
આ વખતેનું G20 સંમેલન ઐતિહાસિક છે કારણ કે પ્રથમવાર આફ્રિકન ખંડ તેનું યજમાન બની રહ્યું છે. આ સમિટ 21 થી 23 નવેમ્બર 2025 સુધી ચાલશે અને તેમાં ભારત વૈશ્વિક સ્તરે ગ્લોબલ સાઉથ એટલે કે વિકાસશીલ દેશોના હિતોને મજબૂતીથી રજૂ કરશે. આ મુલાકાત વડા પ્રધાન મોદીની દક્ષિણ આફ્રિકાની ચોથી અધિકૃત મુલાકાત છે, અને તે ભારત-આફ્રિકા સંબંધોને વધુ મજબૂત બનાવવાની દૃષ્ટિએ પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel