Googleએ નવા ફીચરની એક શ્રેણીની જાહેરાત કરી છે જે ટૂંક સમયમાં Android સ્માર્ટફોન અને WearOS-સજ્જ સ્માર્ટવોચમાં આવશે. ગૂગલે યુઝર્સની સુવિધા માટે 7 લેટેસ્ટ ફીચર્સ રજૂ કર્યા છે. અમે તમને Googleની આ સુવિધાઓની સંપૂર્ણ યાદી અને તમને તેનાથી કેવી રીતે લાભ થશે તેની સંપૂર્ણ વિગતો વિશે જણાવીશું.
એન્ડ્રોઇડ ફોનમાં ઇમોજી કિચન હોય છે જે વપરાશકર્તાઓને Gboardનો ઉપયોગ કરીને સ્ટીકરોમાં ઇમોજીને રિમિક્સ કરવાની મંજૂરી આપે છે. વપરાશકર્તાઓ હવે એક્વેટિક-થીમ આધારિત ઇમોજી કોમ્બિનેશન કરી શકે છે અને તેમને મિત્રો અને પરિવારને મોકલી શકે છે.
યુએસમાં યુઝર્સ હવે સ્કેન ચલાવી શકે છે કે તેમનું જીમેલ એડ્રેસ ડાર્ક વેબ પર છે કે નહીં. તેઓ ઓનલાઈન સલામતી માટે શું પગલાં લઈ શકે છે તેનું માર્ગદર્શન પણ મેળવશે. ગૂગલના જણાવ્યા અનુસાર, આ ફીચર આગામી મહિનાઓમાં વધુ 20 દેશોમાં રોલઆઉટ કરવામાં આવશે.
જે વપરાશકર્તાઓ પાસે WearOS વોચ છે તેઓ હવે Spotify શૉર્ટકટ્સ સાથે તેમના કાંડામાંથી સંગીત સાંભળવાનો આનંદ માણી શકે છે. એટલે કે તમારે તમારો ફોન હાથમાં રાખવાની જરૂર નહીં પડે.
એન્ડ્રોઇડ વપરાશકર્તાઓને ત્રણ નવા વિજેટ્સ મળશે જે વપરાશકર્તાઓને તેમના સ્માર્ટફોન અને ટેબ્લેટ પર એક નજરમાં માહિતી જોવાની મંજૂરી આપશે. Google અનુસાર, Google TV સાથે વ્યક્તિગત મૂવી અને ટીવી શોના સૂચનો મેળવો, ઝડપથી શોધો, Google Finance સાથે પસંદ કરેલા સ્ટોક્સને ટ્રૅક કરો અને Google News તરફથી દૈનિક સમાચાર અપડેટ મેળવવાનો સમાવેશ થાય છે.
વપરાશકર્તાઓ Google Play Booksથી વાંચવાની પ્રેક્ટિસ કરી શકે છે, જે નવા વાચકોને હજારો બાળકોના ઇબુક્સ સાથે તેમના Android ફોન અને ટેબ્લેટનો ઉપયોગ કરીને શબ્દભંડોળ સુધારવામાં મદદ કરે છે. આમાંના કેટલાક ફીચર્સ આગામી અઠવાડિયામાં લોન્ચ કરવામાં આવશે. જણાવી દઈએ કે Gmail માટે ડાર્ક વેબ સુવિધા હાલમાં ફક્ત યુએસમાં રહેતા વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ છે.