આવુ જ વાસ્તવિક જીવનમાં પણ બની શકે છે.આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી સંચાલિત ડ્રોનનુ આ દિશામાં એક પરિક્ષણ કરવામાં આવ્યુ હતુ અને આ માટે સ્ટીમ્યુલેશન ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આ પરિક્ષણમાં એઆઈથી સંચાલિત ડ્રોનને એક ટાર્ગેટ ખતમ કરવા માટે આપવામાં આવ્યો હતો. સાથે સાથે તેને આદેશ અપાયો હતો કે, રસ્તામાં જે પણ આવે તેને ખતમ કરી નાંખવો. ટાર્ગેટ પૂરો કરવાના કમાન્ડને અનુસરવામાં આ ડ્રોનને બાદમાં તેના ઓપરેટરે રોકવાની કોશિશ કરી હતી. ઓપરેટરના એક પણ હુકમને ડ્રોને માન્યો નહોતો. ઉલટાનુ તેણે ઓપરેટરને જ ખતમ કરી નાંખ્યો હતો. આવુ વાસ્તવમાં નહીં પણ સિમ્યુલેટર પર થયુ હતુ. જોકે આ ટેસ્ટના પરિણામોએ અમેરિકન વાયુસેનાના અધિકારીઓને ચોંકાવી તો દીધા જ છે.
એઆઈ ટેસ્ટ કરતા વિભાગના ચીફ કર્નલ ટકરનુ કહેવુ છે કે, સિમ્યુલેટર પર કરાયેલા ટેસ્ટમાં જોવા મળ્યુ હતુ કે, એઆઈથી ચાલતા ડ્રોને તેને અપાયેલા કમાન્ડ બાદ ટાર્ગેટની ઓળખ તો કરી લીધી હતી પણ બાદમાં કંટ્રોલરે જ્યારે તેને ટાર્ગેટ પર હુમલો નહીં કરવા માટે કહ્યુ ત્યારે ડ્રોને આ આદેશને માનવાનો ઈનકાર કરી દીધો હતો. તેને રોકવાની કોશીશ કરનાર ઓપરેટરને તેણે મારી નાંખ્યો હતો.
કર્નલ ટકરનુ કહેવુ છે કે, ડ્રોનની સિસ્ટમે પણ ડ્રોનને રોકવા માટે કોશીશ કરી હતી અને કહ્યુ હતુ કે, પોતાના ઓપરેટરને મારવાની જરૂર નથી. જોકે ડ્રોને તો આ વાત સાંભળવાની જગ્યાએ જ્યાંથી તેનુ સંચાલન થઈ રહ્યુ હતુ તે કોમ્યુનિકેશન સેન્ટરના જ ભુક્કા બોલાવવાનુ શરૂ કરી દીધુ હતુ.
ઉલ્લેખનીય છે કે, અમેરિકાન વાયુસેના હાલમાં પોતાના એફ-16 વિમાનોને પાયલોટ વગર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના સહારે ઉડાવવા માટેના પ્રયોગો પણ કરી રહી છે અને તેને લઈને ખાસી ચર્ચાઓ પણ જાગી છે.