ગુજરાતમાં લોકરક્ષક દળ (LRD)ની ભરતી પ્રક્રિયામાં મહત્વપૂર્ણ તબક્કો પૂર્ણ થઇ ગયો છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં કુલ 11,925 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. આ લિસ્ટમાં સ્થાન પામેલા ઉમેદવારો તેમના નામ અને મેરિટ સ્ટેટસને સત્તાવાર OJAS વેબસાઈટ (https://ojas.gujarat.gov.in/) પર જોઈ શકે છે. ઉમેદવારો માટે જરૂરી સૂચના આપવામાં આવી છે કે, તેઓ 3 ડિસેમ્બર, 2025 સુધીમાં ઓનલાઈન સેલ્ફ ડિક્લેરેશન (Self Declaration) સબમિટ કરશે. આ પ્રક્રિયામાં PDF ફાઈલ અપલોડ કરવી અને ત્યારબાદ OTP વેરિફિકેશન કરાવવું ફરજિયાત છે. OTP વિના પ્રક્રિયા અધૂરી ગણાશે.
ગુજરાત પોલીસ વિભાગે વર્ગ-3 સંવર્ગ હેઠળ પોલિસ સબ ઇન્સ્પેક્ટર (PSI), હથિયારી અને બિનહથિયારી કોન્સ્ટેબલ, તેમજ જેલર સિપાહી કેડર માટે કુલ 13,591 જગ્યાઓ માટે મેગા ભરતીની જાહેરાત કરી છે. PSI કેડર માટે 858 જગ્યાઓ, બિનહથિયારી સબ ઇન્સ્પેક્ટર 659, હથિયારી સબ ઇન્સ્પેક્ટર 129, જેલર ગ્રૂપ 2 માટે 70, બિનહથિયારી કોન્સ્ટેબલ 6,942, હથિયારી કોન્સ્ટેબલ 2,458, SRPF હથિયારી કોન્સ્ટેબલ 3,002, જેલ સિપાહી (પુરુષ) 300 અને જેલ સિપાહી (મહિલા/મેટ્રન) 31 જગ્યાઓ જાહેર કરવામાં આવી છે.
આ ભરતી માટે અરજીઓ 3 ડિસેમ્બર, 2025ના બપોરે 2 વાગ્યાથી શરૂ થશે અને 23 ડિસેમ્બર, 2025 રાત્રે 11:59 વાગ્યા સુધી ઓનલાઇન OJAS પોર્ટલ પર સબમિટ કરી શકાશે. અગાઉની ભરતી પ્રક્રિયા પુરતી થયા હોવા છતાં કોન્સ્ટેબલ અને PSI કેડરની મેરિટ અને ટ્રેનિંગ અંગે જાહેરાત કરવામાં બાકી રહી છે, જેના કારણે ઉમેદવારોમાં તૈયારીની ગતિ અને ઉત્સાહ પર અસર પડી રહી છે. આથી, આ પ્રક્રિયા ગુજરાત પોલીસની ભરતીની ધીમી ગતિને સ્પષ્ટરૂપે દર્શાવે છે, જેના કારણે યુવાનોમાં ઉત્સાહની કમી જોવા મળી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel