દાયકાઓ સુધી ભારતીય સત્તાનું કેન્દ્ર ગણાતા સાઉથ બ્લોકમાંથી હવે વડાપ્રધાન કાર્યાલય (PMO) નું સરનામું બદલાઈ રહ્યું છે. વાયુ ભવનની સમીપમાં તૈયાર થયેલા આધુનિક અને સુરક્ષિત સંકુલને “સેવા તીર્થ” નામ આપવામાં આવ્યું છે, જ્યાં હવે PMO કાર્યરત રહેશે. આ માત્ર સરનામું પરિવર્તન નથી, પરંતુ સરકારની કાર્યશૈલીમાં ‘શક્તિ પ્રદર્શન’ ને બદલે ‘જનસેવા’ ને પ્રાધાન્ય આપવાનો સંકેત છે. નવી પહેલ અંતર્ગત દેશભરના રાજભવન અને કેન્દ્રીય સચિવાલયના નામોમાં પણ મહત્વપૂર્ણ અને પ્રેરણાદાયક ફેરફારો કરવામાં આવ્યા છે.
સેવા તીર્થ સંકુલમાં કુલ 3 હાઈ-ટેક ઈમારતો બનાવવામાં આવી છે. સેવા તીર્થ-1માં વડાપ્રધાન કાર્યાલય (PMO) સ્થિત રહેશે, જ્યારે સેવા તીર્થ-2માં કેબિનેટ સચિવાલય કાર્યરત રહેશે અને સેવા તીર્થ-3માં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) નું કાર્યાલય સ્થિત છે. આ નવી ઈમારતો સુરક્ષાના આધારે અત્યંત અભેદ્ય છે અને તેમાં ગુપ્તચર માહિતીની સુરક્ષા, સિક્યોર કમ્યુનિકેશન સિસ્ટમ અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે, જેથી ભવિષ્યના પડકારોને અસરકારક રીતે પહોંચી વળવા શક્ય બને.
PMO परिसर का नाम बदलकर सेवा तीर्थ किया गया।
PMO परिसर का नाम बदलकर सेवा तीर्थ किया गया है।
वहीं देश में राजभवनों का नाम लोकभवन किया गया है।
केंद्रीय सचिवालय अब कर्तव्य भवन के नाम से जाना जाएगा।#SevaTirth #LokBhawan #KartavyaBhawan #PMORenamed #NewIndia
[ Seva Tirth, Lok… pic.twitter.com/7wE5z38snD
— One India News (@oneindianewscom) December 2, 2025
સ્થળાંતર પ્રક્રિયા પહેલાથી શરૂ થઈ ગઈ છે. ગત 14 ઓક્ટોબરના રોજ કેબિનેટ સચિવ ટી.વી. સોમનાથને સેવા તીર્થ-2 ખાતે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) અને ત્રણેય સેનાના વડાઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી, જેમાં નવા સંકુલનું ઔપચારિક ઉદ્ઘાટન અને કાર્યારંભ કરવામાં આવ્યો. આ બેઠક દ્વારા કાર્યાત્મક કામગીરીને નવા સંકુલમાં પરિવર્તિત કરવાની શરૂઆત કરવામાં આવી.
મોદી સરકાર વહીવટી માળખાને સંસ્થાનવાદી માનસિકતામાંથી મુક્ત કરી ‘સેવા’ અને ‘જવાબદારી’ની નવી ઓળખ આપવા માંગે છે. આ સંદર્ભમાં રાજ્યપાલોના નિવાસસ્થાન, એટલે કે રાજભવનને હવે “લોકભવન” નામ આપવામાં આવ્યું છે. પહેલા વડાપ્રધાનના નિવાસસ્થાનનું નામ ‘રેસકોર્સ રોડ’થી બદલીને “લોક કલ્યાણ માર્ગ” અને દિલ્હીના રાજપથનું નામ “કર્તવ્ય પથ” કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય સચિવાલયને પણ હવે “કર્તવ્ય ભવન” તરીકે ઓળખાવવામાં આવશે.
સરકારના સૂત્રો જણાવે છે કે, આ ફેરફારો માત્ર નામ બદલવાના નથી, પરંતુ એક પ્રેરણાદાયક સંદેશ આપવાનો છે કે સરકાર અને વહીવટી તંત્ર લોકોની સેવા કરવા માટે છે, સત્તા ભોગવવા માટે નહીં. આ બધું પારદર્શિતા, ફરજ અને સેવા પર આધારિત ‘નવા ભારતના શાસન’નું પ્રતિબિંબ છે, જે વહીવટી તંત્રમાં નવી ઉર્જા, જવાબદારી અને જનમૈત્રીની ભાવના જાગૃત કરે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel