શ્રી સંતરામ કેળવણી મંડળ સંચાલિત શ્રી સંતરામ શિશુ વાટિકા ( બાલમંદિર )માં વર્ષ 2025- 26 માં શિશુ – ૧ માં પ્રવેશ લીધેલ બાળકોને R.R.S. ના શૈક્ષણિક સેવા પ્રકલ્પ વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ ના સંસ્કાર મુજબ પ્રથમ સત્રમાં માત્ર મૌખિક તથા પ્રાયોગિક ક્રિયાઓ દ્વારા જ સમજ આપવામાં આવે છે. જ્યારે દ્વિતીય સત્રમાં બાળકોને લખાવામાં આવે છે. આમ પોતાના જીવનના આ પ્રથમ ચરણમાં પ્રવેશતા “વિદ્યારંભ સંસ્કાર ” (સનાતન હિન્દુ ધર્મના ૧૬ સંસ્કારો માંના આ એક સંસ્કાર ) આપવાના કાર્ય નો પ્રારંભ તારીખ : 02/11/25 ને મંગળવારના રોજ શ્રી સંતરામ શિશુ વાટિકામાં કરવામાં આવ્યો. પરમ પૂજ્ય મહંતશ્રી રામદાસજી મહારાજે પોથીપૂજન કર્યું.
ત્યારબાદ સમાધિ સ્થાને પરમ પૂજ્ય સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજે પોથીપૂજન કર્યું વાલી માતા – પિતા દ્વારા પોથીયાત્રા શ્રી સંતરામ સમાધિ સ્થાનેથી નીકળી શ્રી સંતરામ વિદ્યાલય ( ગુજરાતી માધ્યમ ) માં પ્રવેશ કરવામાં આવ્યો પ્રવેશ કરતી વખતે આચાર્ય દીદી દ્વારા વાલી માતાનું પૂજન કરવામાં આવ્યું યજ્ઞમાં આહુતિ આપી મા સરસ્વતી ના મંત્ર ના જાપ કરી નાના નાના ભૂલકાઓ ને વૈદિક વિદ્યારંભ સંસ્કાર આપવામાં આવ્યા. પરમ પૂજ્ય સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજે બાળકોને ઓમ અને સ્વસ્તિક લખાવવામાં આવ્યા.આ પ્રસંગે મોટી સંખ્યામાં વાલી માતાઓ હાજર રહ્યા હતા. સંસ્થાના પ્રમુખ મહંત શ્રી રામદાસજી મહારાજ તથા સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજે સૌ બાળકો તથા તેઓના વાલીઓને શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના આશીર્વાદ પાઠવ્યા હતા.
રિપોર્ટર – યેશા શાહ (ખેડા )
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel