Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 31°C

ટ્રમ્પ સરકારનો કડક પગલુ : એક વર્ષમાં 85,000 વિઝા રદ, સૌથી વધુ અસર વિદ્યાર્થીઓને

ટ્રમ્પ સરકારનો કડક પગલુ : એક વર્ષમાં 85,000 વિઝા રદ, સૌથી વધુ અસર વિદ્યાર્થીઓને

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે ઇમિગ્રેશન નીતિને અત્યંત કડક બનાવતાં આ વર્ષે એક જ વર્ષમાં 85,000 વિઝા રદ કર્યા છે, જે છેલ્લા દાયકામાં સૌથી મોટો આંકડો માનવામાં આવે છે. અમેરિકી વિદેશ વિભાગ મુજબ, આ પગલું રાષ્ટ્રીય સુરક્ષા વધારવા, વિઝા સ્ક્રિનિંગ સિસ્ટમને વધુ સખત બનાવવા અને ‘હાઈ-રિસ્ક’ પ્રોફાઇલ ધરાવતા લોકોની ઓળખ ઝડપી કરવા માટે લેવામાં આવ્યું છે. આ નિર્ણયનો સૌથી મોટો ફટકો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને લાગ્યો છે, કારણ કે રદ કરેલા વિઝામાંથી 8,000થી વધુ વિઝા વિદ્યાર્થીઓના છે, જે ગયા વર્ષની સરખામણીમાં લગભગ બમણા છે. ટ્રમ્પ પ્રશાસનના ‘મેક અમેરિકા સેફ અગેન’ અભિયાન હેઠળ લેવામાં આવેલા આ પગલાનું સિદ્ધાંત એ છે કે અમેરિકાની અંદર પ્રવેશતા કે ત્યાં રહેતા દરેક વિદેશી નાગરિકનું પાશ્વભૂમિ ચકાસણ અત્યંત કડક રીતે કરવામાં આવે.

અમેરિકાના વિદેશ વિભાગે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને જણાવ્યું કે જાન્યુઆરીથી અત્યાર સુધી 85,000 વિઝા રદ થયા છે અને ટ્રમ્પ-રૂબિયો પ્રશાસન આ નીતિને વધુ વિસ્તૃત કરી રહ્યું છે. અધિકારીઓ અનુસાર, મોસ્ટ-કોમન કારણોમાં DUI એટલે કે નશામાં વાહન ચલાવવું, હુમલો, ચોરી જેવા ક્રિમિનલ કેસો, વિઝાની મર્યાદા કરતા વધારે સમય રોકાવું, ‘ક્રિમિનલ રિસ્ક’ સંબંધિત નવા ઇનપુટ અને કેટલીકવાર આતંકવાદી સંસ્થાઓને સહાનુભૂતિ અથવા સમર્થન દર્શાવવાના પુરાવા સામેલ છે. CNNના અહેવાલો મુજબ, ગાઝાને લઈને અમેરિકાની યુનિવર્સિટીઓમાં થયેલા પ્રો-પેલેસ્ટાઇન વિરોધ પ્રદર્શનોમાં જોડાયેલા કેટલાક આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના વિઝા પણ આ કાર્યવાહી હેઠળ રદ થઈ ચૂક્યા છે, જેનાથી વિવાદ વધુ ઊંડો બન્યો છે.

આ નીતિ માત્ર વિઝા રદ કરવાની કાર્યવાહી પૂરતી મર્યાદિત નથી. ટ્રમ્પ પ્રશાસન હાલ 5.5 કરોડ વિદેશી નાગરિકો માટે “કન્ટિન્યૂઅસ વેટિંગ” સિસ્ટમનો વિસ્તાર કરી રહ્યું છે. આનો અર્થ એ છે કે, કોઈપણ વિદેશી નાગરિક અંગે કોઈ નવી નેગેટિવ માહિતી સામે આવે, તો તેમની વિઝા સ્થિતિ તાત્કાલિક રદ કરી શકાય છે—ચાહે તેઓ પહેલાથી દેશમાં રહેલા હોય. આ ઉપરાંત, ટ્રમ્પે અગાઉ 19 દેશો પર ટ્રાવેલ બૅન લગાવ્યું છે, કેટલાક દેશોના ગ્રીન કાર્ડ અરજદારોની ફરીથી સ્ક્રિનિંગનું આદેશ આપ્યું છે અને શરણાર્થી અરજીઓના તમામ નિર્ણયો પર તાત્કાલિક રોક લગાવી છે. આ સખ્ત પગલાંઓએ મિલીને અમેરિકા-પ્રવેશની પ્રક્રિયા વિદ્યાર્થીઓ, નોકરીદાતાઓ અને ક્લીન રેકોર્ડ ધરાવતા મુસાફરો માટે પણ પહેલાં કરતાં વધુ મુશ્કેલ અને જટિલ બનાવી છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.