મહારાષ્ટ્રની રાજનીતિને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે આગામી ચૂંટણી શિવસેના અને ભાજપ સાથે મળીને લડશે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આ માહિતી આપી છે. જણાવી દઈએ કે, ગઈકાલે સીએમ એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. સીએમ શિંદેએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ મીટિંગની તસવીર પણ શેર કરી છે.
શિંદેએ આ ટ્વિટમાં લખ્યું હતું કે, ભાજપ અને શિવસેના આગામી તમામ ચૂંટણીઓ ગઠબંધન કરીને લડશે. આ ચૂંટણીઓમાં લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓનો સમાવેશ થાય છે.શિવસેના-ભાજપ ગઠબંધન મહારાષ્ટ્રના વિકાસ માટે રચાયું હતું અને તે મજબૂત છે. ભવિષ્યમાં પણ સાથે મળીને ચૂંટણી લડીશું અને બહુમતીથી જીતીને દરેક ક્ષેત્રમાં મહારાષ્ટ્રને દેશનું નંબર વન રાજ્ય બનાવવાનું છે. આ સાથે વિકાસની દોડ પણ જાળવી રાખવી પડશે.