આજે ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની 101મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશે તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આ અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના X હેન્ડલ પર અટલજીના જીવન, વિચારો અને રાષ્ટ્ર માટેના યોગદાનને યાદ કરતો એક ભાવસભર વીડિયો શેર કર્યો.
पूर्व प्रधानमंत्री श्रद्धेय अटल बिहारी वाजपेयी जी की जयंती पर आज दिल्ली में उनके स्मृति स्थल ‘सदैव अटल’ जाकर उन्हें श्रद्धांजलि अर्पित करने का सौभाग्य मिला। जनसेवा और राष्ट्रसेवा को समर्पित उनका जीवन देशवासियों को हमेशा प्रेरित करता रहेगा। pic.twitter.com/ttQvNyrxGW
— Narendra Modi (@narendramodi) December 25, 2025
વીડિયોમાં પીએમ મોદીએ અટલ બિહારી વાજપેયીના વ્યક્તિત્વને સમાજ માટે માર્ગદર્શક પ્રકાશ તરીકે વર્ણવ્યું અને કહ્યું કે તેમનું આચરણ, વિચારો અને અડગ સંકલ્પ ભારતીય રાજકારણ માટે એક આદર્શ માપદંડ છે. સંસ્કૃત શ્લોકનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ જણાવ્યું કે અટલજીની જન્મજયંતિ તેમના જીવનમાંથી પ્રેરણા લેવાનો વિશેષ પ્રસંગ છે. તેમણે ખાસ કરીને એ વાત પર ભાર મૂક્યો કે અટલ બિહારી વાજપેયીએ હંમેશા રાષ્ટ્રીય હિતને સર્વોપરી રાખ્યું અને રાજકારણને સેવા તથા મૂલ્યો સાથે જોડ્યું.
LIVE: President Droupadi Murmu pays homage to Shri Atal Bihari Vajpayee on his Birth Anniversary at Sadaiv Atal https://t.co/vuElfUlsBg
— President of India (@rashtrapatibhvn) December 25, 2025
આ ઉપરાંત પ્રધાનમંત્રી મોદી સદૈવ અટલ સ્મારક પર પહોંચીને અટલજીને પુષ્પાંજલિ અર્પણ કરી. આ કાર્યક્રમમાં સાધુ-સંતો તેમજ ભાજપના વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહ્યા હતા. સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ સંદેશમાં પીએમ મોદીએ લખ્યું કે અટલજીનું જીવન રાષ્ટ્ર માટે સતત પ્રેરણાસ્રોત છે અને સાચું નેતૃત્વ પદથી નહીં પરંતુ આચરણથી નિર્ધારિત થાય છે. તેમણે અટલ બિહારી વાજપેયીને એવા રાજનેતા તરીકે વર્ણવ્યા કે જેમની ગૌરવપૂર્ણ જીવનશૈલી, સિદ્ધાંતનિષ્ઠા અને દેશ પ્રત્યેની અડગ પ્રતિબદ્ધતા ભારતીય લોકશાહીમાં સદૈવ સ્મરણીય રહેશે.
आदरणीय अटल जी की जन्म-जयंती हम सबके लिए उनके जीवन से प्रेरणा लेने का एक विशेष अवसर है। उनका आचरण, शालीनता, वैचारिक दृढ़ता और राष्ट्रहित को सर्वोपरि रखने का संकल्प भारतीय राजनीति के लिए एक आदर्श मानक है। उन्होंने अपने जीवन से यह सिद्ध किया कि श्रेष्ठता पद से नहीं, आचरण से स्थापित… pic.twitter.com/jPHRsrGDD7
— Narendra Modi (@narendramodi) December 25, 2025
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel