click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: POCSOમાં ‘રોમિયો-જુલિયેટ’ કલમ ઉમેરવા કેન્દ્રને સુપ્રીમ કોર્ટની ભલામણ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > POCSOમાં ‘રોમિયો-જુલિયેટ’ કલમ ઉમેરવા કેન્દ્રને સુપ્રીમ કોર્ટની ભલામણ
Gujarat

POCSOમાં ‘રોમિયો-જુલિયેટ’ કલમ ઉમેરવા કેન્દ્રને સુપ્રીમ કોર્ટની ભલામણ

સુપ્રીમ કોર્ટે બાળકોના શારીરિક શોષણથી બચાવવા માટે બનાવાયેલા POCSO અધિનિયમના વધતા દુરૂપયોગ અંગે ગંભીર ટિપ્પણી કરી છે.

Last updated: 2026/01/12 at 1:17 પી એમ(PM)
One India News Team
Share
5 Min Read
SHARE

બાળકોના શારીરિક શોષણથી બચાવવા માટે બનાવાયેલા POCSO અધિનિયમના વધતા દુરૂપયોગ અંગે સુપ્રીમ કોર્ટે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું કે POCSO કાયદો બાળકોના રક્ષણ માટે એક પવિત્ર અને સારા ઇરાદાથી બનાવાયેલો કાયદો છે, પરંતુ દુર્ભાગ્યવશ અનેક કિસ્સાઓમાં તેનો ઉપયોગ રક્ષણ માટે નહીં પરંતુ હથિયાર તરીકે કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને એવા મામલાઓમાં જ્યાં કિશોરો (ટીનેજર્સ) વચ્ચે સંમતિથી સંબંધો બંધાયા હોય અને પરિવારનો વિરોધ હોય, ત્યાં આ કાયદાનો દુરુપયોગ થતો હોવાનું કોર્ટે નોંધ્યું.

ન્યાયમૂર્તિ સંજય કરોલ અને ન્યાયમૂર્તિ એન. કોટેશ્વર સિંહની બેન્ચે આ મુદ્દે કેન્દ્ર સરકારને ગંભીરતાથી વિચાર કરવા જણાવ્યું છે. કોર્ટે ભલામણ કરી છે કે POCSO અધિનિયમમાં ‘રોમિયો-જુલિયેટ ક્લોઝ’ જેવી જોગવાઈ ઉમેરવા પર વિચાર કરવો જોઈએ, જેથી સંમતિથી સંબંધોમાં રહેલા અને ઉંમરમાં ખૂબ ઓછું અંતર ધરાવતા કિશોરોને બિનજરૂરી ગુનાઇત કાર્યવાહીથી બચાવી શકાય.

સુપ્રીમ કોર્ટે આ સાથે અલ્હાબાદ હાઈકોર્ટના એક ચુકાદા અંગે આપેલા વ્યાપક નિર્દેશોને રદ્દ કરી દીધા છે. આ કેસ ઉત્તર પ્રદેશ રાજ્ય વિરુદ્ધ અનુરુદ્ધ મામલે હતો, જેમાં હાઈકોર્ટે POCSO કેસમાં જામીન આપતી વખતે રાજ્યવ્યાપી લાગુ પડે તેવા કેટલાક સામાન્ય નિર્દેશો આપ્યા હતા. હાઈકોર્ટે કહ્યું હતું કે POCSO કેસમાં શરૂઆતમાં જ પીડિતાની ઉંમર માટે મેડિકલ ટેસ્ટ ફરજિયાત કરાવવો જોઈએ અને જો શાળા અથવા જન્મતારીખના દસ્તાવેજોમાં શંકા હોય તો જામીન ફગાવી દેવા જોઈએ.

આ અંગે સ્પષ્ટતા કરતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે જામીન અરજીની સુનાવણી દરમિયાન હાઈકોર્ટ પોતાના અધિકારક્ષેત્રની મર્યાદા પાર કરી ગઈ હતી. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે જામીન સુનાવણીમાં કોર્ટ માત્ર આરોપીની મુક્તિ કે જેલવાસ અંગે નિર્ણય કરી શકે છે, ન કે તપાસ પ્રક્રિયામાં ફેરફાર કરી શકે અથવા સામાન્ય માર્ગદર્શિકા બહાર પાડી શકે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જામીન દરમિયાન મિની ટ્રાયલ કરી શકાય નહીં અને વિવાદિત તથ્યો, જેમ કે ઉંમર અંગે અંતિમ નિષ્કર્ષ આપવો યોગ્ય નથી.

હાઈકોર્ટના નિર્દેશોને ફગાવતા હોવા છતાં, સુપ્રીમ કોર્ટે એક મોટા સામાજિક અને કાયદાકીય સંકટ તરફ પણ ધ્યાન દોર્યું. કોર્ટે કહ્યું કે સમગ્ર દેશમાં એવા અનેક કેસ સામે આવ્યા છે જ્યાં યુવતીની ઉંમર જાણબૂઝીને 18 વર્ષથી ઓછી દર્શાવવામાં આવે છે, જેથી યુવક પર POCSOની કડક કલમો લાગુ કરી શકાય. જ્યારે હકીકતમાં સંબંધ સંમતિથી બંધાયેલો હોય છે અને ઉંમરમાં પણ ખૂબ ઓછું અંતર હોય છે.

બેન્ચે નોંધ્યું કે POCSOના દુરુપયોગથી એક ગંભીર અસમાનતા ઊભી થઈ રહી છે. એક તરફ એવા બાળકો છે જેમને વાસ્તવમાં રક્ષણની જરૂર છે પરંતુ ડર, ગરીબી અને સામાજિક કલંકના કારણે તેઓ ન્યાય પ્રણાલી સુધી પહોંચી શકતા નથી. બીજી તરફ, કેટલાક લોકો પોતાના સામાજિક, આર્થિક અને શૈક્ષણિક પ્રભાવના આધારે કાયદાનો અંગત બદલો લેવા માટે ઉપયોગ કરે છે.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદાની નકલ કેન્દ્રીય કાયદા સચિવને મોકલવાનો નિર્દેશ આપ્યો છે. સાથે જ કેન્દ્ર સરકારને કહ્યું છે કે POCSO અધિનિયમના દુરુપયોગને અટકાવવા માટે કાયદાકીય અને નીતિગત ઉપાયો અંગે વિચાર કરવો જોઈએ. કોર્ટે સૂચન કર્યું કે અનેક દેશોમાં લાગુ રોમિયો-જુલિયેટ કલોઝની જેમ ભારતમાં પણ એવી જોગવાઈ લાવી શકાય, જેમાં સંમતિથી અને ઉંમરના નજીકના કિશોર સંબંધોને ગુનાહિત કાર્યવાહીથી બહાર રાખી શકાય.

સુપ્રીમ કોર્ટે વકીલોની ભૂમિકા પર પણ આકરી ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું કે વકીલોએ સ્પષ્ટ રીતે દેખાતા દુરુપયોગવાળા કેસોમાં બેદરકારીપૂર્વક કાર્યવાહી શરૂ ન કરવી જોઈએ. બારએ એક ફિલ્ટર તરીકે કાર્ય કરવું જોઈએ, જેથી રક્ષણ માટે બનાવાયેલા કાયદાનો હથિયાર તરીકે ઉપયોગ ન થાય.

ઉંમર નિર્ધારણ અંગે કાયદાકીય સ્થિતિ સ્પષ્ટ કરતા કોર્ટે જણાવ્યું કે પ્રથમ શાળા અથવા જન્મ પ્રમાણપત્ર જેવા દસ્તાવેજો પર આધાર રાખવો જોઈએ. માત્ર ત્યારે જ તબીબી તપાસ, જેમ કે ઓસિફિકેશન ટેસ્ટ, કરાવવો જોઈએ જ્યારે કોઈ વિશ્વસનીય દસ્તાવેજ ઉપલબ્ધ ન હોય. દરેક કેસમાં મેડિકલ ટેસ્ટ ફરજિયાત કરવો યોગ્ય નથી.

અંતમાં સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે POCSOનો દુરુપયોગ કોઈ એકલતો મુદ્દો નથી. ભારતીય દંડ સંહિતાની કલમ 498A અને દહેજ પ્રતિબંધ કાયદા જેવા કાયદાઓમાં પણ સમાન પ્રકારનો દુરુપયોગ જોવા મળે છે. કોર્ટે જણાવ્યું કે માત્ર અદાલતી આદેશોથી આ સમસ્યાનું સમાધાન શક્ય નથી. સમાજ, વકીલો, સંસ્થાઓ અને સરકાર સૌએ જવાબદારી અને પ્રામાણિકતા સાથે પોતાની ભૂમિકા નિભાવવી પડશે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: allahabad high court, central government, india news, india news channel, Justice N. Koteshwar Singh, Justice Sanjay Karol, latest news, latest news channel, physical abuse of children, POCSO, pocso act, POCSO case, POCSO અધિનિયમ, Romeo-Juliet clause, Supreme Court, અલ્હાબાદ હાઈકોર્ટ, એજન્સીઓ કેન્દ્ર સરકાર, કેન્દ્ર સરકાર, જામીન અરજી, ન્યાયમૂર્તિ એન. કોટેશ્વર સિંહ, ન્યાયમૂર્તિ સંજય કરોલ, બાળકોના શારીરિક શોષણ, મિની ટ્રાયલ, રોમિયો-જુલિયેટ ક્લોઝ, સુપ્રીમ કોર્ટે

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જાન્યુઆરી 12, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article સ્વછતા તથા સુશોભન અને સાંસ્કૃતિક ઉપક્રમો સાથે સજ્જ થઈ રહ્યું છે તીર્થ ગામ હણોલ
Next Article ઉત્તરાયણ પર્વની મોજ સાથે જીવદયાનો અનુરોધ કરતાં કથાકાર વૈશાલીબાળા

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?