કર્ણાટક સરકારના વરિષ્ઠ IPS અધિકારી અને DCRE DGP કે. રામચંદ્ર રાવને કથિત અશ્લીલ વીડિયો વાયરલ થવાના મામલે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ડિપાર્ટમેન્ટ ઑફ પર્સનલ એન્ડ એડમિનિસ્ટ્રેટિવ રીફોર્મ્સ (DPAR) દ્વારા જારી કરાયેલા સસ્પેન્શન ઓર્ડરમાં રાજ્ય સરકારે મીડિયા ચેનલો અને સોશિયલ મીડિયા પર વ્યાપક રીતે પ્રસારિત થયેલા વીડિયો તથા સમાચાર અહેવાલોને આધાર બનાવી કાર્યવાહી યોગ્ય ગણાવી છે.
कर्नाटक के डीजीपी के. रामचंद्र राव का एक वीडियो सोशल मीडिया पर वायरल हो रहा है, जिसमें वह कथित तौर पर अपने कार्यालय में महिलाओं के साथ आपत्तिजनक व्यवहार करते नजर आ रहे हैं। इस वीडियो को लेकर राज्य की राजनीति और प्रशासनिक हलकों में हलचल मच गई है।
वायरल वीडियो में कथित तौर पर… pic.twitter.com/2axowTQ1g0
— One India News (@oneindianewscom) January 19, 2026
ઓર્ડરમાં જણાવવામાં આવ્યું છે કે વાયરલ વીડિયોમાં રામચંદ્ર રાવ પોતાની ઑફિસમાં એક મહિલા સાથે અશ્લીલ હરકતો કરતા દેખાય છે, જે એક વરિષ્ઠ સરકારી અધિકારી માટે અત્યંત અશોભનીય, અનૈતિક અને સરકારની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે તેવું આચરણ છે. પ્રાથમિક તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે આ વર્તન ઑલ ઇન્ડિયા સર્વિસ (Conduct) નિયમો, 1968ની કલમ 3નું ઉલ્લંઘન કરે છે, જેના પગલે તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી તેમને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો છે.
Government of Karnataka suspends DGP Director of Civil Rights Enforcement, Dr K. Ramchandra Rao, a 1993 batch Karnataka cadre IPS officer, with immediate effect, after his objectionable video went viral. pic.twitter.com/Aplkckge7y
— ANI (@ANI) January 20, 2026
સરકારી આદેશ મુજબ સસ્પેન્શન દરમિયાન રામચંદ્ર રાવને નિયમ મુજબ નિર્વાહ ભથ્થું આપવામાં આવશે, પરંતુ રાજ્ય સરકારની પૂર્વ લેખિત મંજૂરી વિના તેઓ પોતાનું હેડક્વાર્ટર છોડીને ક્યાંય જઈ શકશે નહીં. અહેવાલો અનુસાર એક વીડિયોમાં તેઓ પોલીસ યુનિફોર્મમાં એક મહિલા સાથે અશ્લીલ હરકતો કરતા દેખાય છે, જ્યારે બીજા વીડિયોમાં ભારતીય ધ્વજ અને પોલીસ વિભાગના પ્રતિક ચિહ્નની સામે પણ આવું જ વર્તન કરતા દર્શાવવામાં આવ્યા છે.
વાયરલ ક્લિપ્સમાં મહિલાનો ચહેરો બ્લર કરવામાં આવ્યો છે અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક સાથે વીડિયો ફેલાવવામાં આવ્યો છે. જોકે, રામચંદ્ર રાવે આ તમામ આરોપોને નકારી કાઢ્યા છે અને દાવો કર્યો છે કે વીડિયો સાથે છેડછાડ કરવામાં આવી છે તથા તેમને બદનામ કરવાની નીતિ હેઠળ આ કાવતરું રચાયું છે. તેમણે જણાવ્યું છે કે તેઓ આ મામલે પોતાના વકીલ સાથે ચર્ચા કરીને આગળનો કાનૂની નિર્ણય લેશે.
આ મામલે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ ગૃહ વિભાગને વિગતવાર રિપોર્ટ સોંપવાના આદેશ આપ્યા છે અને સ્પષ્ટ કહ્યું છે કે સમગ્ર ઘટનાની યોગ્ય અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે. જો આરોપો સાબિત થશે તો નિયમ મુજબ કડક દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. નોંધનીય છે કે આ પહેલાં પણ રામચંદ્ર રાવ વિવાદમાં આવ્યા હતા. માર્ચ 2025માં તેમની સાવકી પુત્રી રાન્યા રાવ સાથે જોડાયેલા સોનાની તસ્કરીના કેસમાં, સત્તાવાર પ્રોટોકોલના દુરુપયોગના આરોપો બાદ કર્ણાટક સરકારે તેમને ફરજિયાત રજા પર ઉતાર્યા હતા. તાજેતરમાં જ તેમને ફરી સર્વિસમાં લેવામાં આવ્યા હતા, પરંતુ હવે નવા વિવાદ બાદ ફરી એકવાર સસ્પેન્શનનો સામનો કરવો પડ્યો છે. રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું છે કે તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી સસ્પેન્શન યથાવત રહેશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel