Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 34°C

બ્રિટન : કીર સ્ટારમર સરકારમાં રાજકીય ઉથલપાથલ, ગૃહ સચિવ શબાના મહમૂદ બની શકે છે દેશના પ્રથમ મુસ્લિમ વડાપ્રધાન!

બ્રિટન : કીર સ્ટારમર સરકારમાં રાજકીય ઉથલપાથલ, ગૃહ સચિવ શબાના મહમૂદ બની શકે છે દેશના પ્રથમ મુસ્લિમ વડાપ્રધાન!

યુનાઇટેડ કિંગડમ હાલમાં ગંભીર રાજકીય સંકટ અને આંતરિક હલચલમાંથી પસાર થઈ રહ્યું છે. એપ્સટિન ફાઇલ્સને લઈને થયેલા વિવાદો અને સરકારના મહત્વપૂર્ણ નેતાઓના રાજીનામા બાદ વડાપ્રધાન કીર સ્ટારમર પર દબાણ વધી રહ્યું છે. રાજકીય વિશ્લેષકો માને છે કે લેબર પાર્ટીમાં નેતૃત્વ પરિવર્તનની શક્યતા હવે પહેલા કરતા વધુ મજબૂત બની ગઈ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં બ્રિટને વારંવાર વડાપ્રધાન બદલ્યા હોવાથી દેશમાં રાજકીય સ્થિરતા અંગે પ્રશ્નો ઊભા થયા છે.

સ્ટારમરના નજીકના સાથીઓના રાજીનામાથી સંકટ વધુ ઊંડું

તાજેતરમાં વડાપ્રધાનના નજીકના સહયોગીઓ દ્વારા આપવામાં આવેલા રાજીનામાઓએ સરકાર માટે મુશ્કેલીઓ વધારી છે. કમ્યુનિકેશન ડિરેક્ટર ટિમ એલનના રાજીનામા પહેલા ચીફ ઓફ સ્ટાફ મોર્ગન મેકસ્વીનીએ પણ પદ છોડ્યું હતું, જે લેબર પાર્ટીની અંદર વધતા અસંતોષ તરફ સંકેત આપે છે. પાર્ટીની લોકપ્રિયતા ઘટવા અને આંતરિક દબાણ વધવાના કારણે સ્ટારમરના ભવિષ્ય અંગે રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ થઈ છે.

કોણ છે શબાના મહમૂદ? UK PM રેસમાં આગળનું નામ

હાલમાં પીએમ રેસમાં સૌથી ચર્ચિત નામ ગૃહ સચિવ શબાના મહમૂદનું માનવામાં આવે છે. જો તેઓ વડાપ્રધાન બને તો બ્રિટનના ઇતિહાસમાં પ્રથમ મુસ્લિમ વડાપ્રધાન બનવાનો સન્માન પ્રાપ્ત કરશે. શબાના મહમૂદનો પરિવાર મૂળ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના મીરપુર વિસ્તાર સાથે જોડાયેલો છે. તેમણે પોતાના રાજકીય આદર્શ તરીકે માર્ગારેટ થેચર અને બેનઝીર ભુટ્ટોનું નામ લીધું છે, જે તેમની મજબૂત અને વ્યાવહારિક રાજકીય છબીને દર્શાવે છે.

ઇમિગ્રન્ટ પરિવારમાંથી હોવા છતાં ઇમિગ્રેશન મુદ્દે કડક વલણ

શબાના મહમૂદની રાજકીય ઓળખમાં સૌથી ખાસ બાબત તેમની ઇમિગ્રેશન નીતિ છે. પોતે ઇમિગ્રન્ટ પરિવારમાંથી આવતાં હોવા છતાં તેઓ ગેરકાયદેસર ઇમિગ્રેશન સામે કડક વલણ ધરાવે છે. કાયમી રહેઠાણ માટેની સમયસીમા વધારવા, સરહદ સુરક્ષા મજબૂત કરવા અને ગેરકાયદેસર પ્રવેશ પર નિયંત્રણ લાવવા જેવા પગલાં તેમને લેબર પાર્ટીના જમણેરી જૂથમાં લોકપ્રિય બનાવે છે.

PM રેસમાં અન્ય મજબૂત દાવેદારો

લેબર પાર્ટીના સંભવિત નેતાઓમાં અન્ય કેટલાક મહત્વપૂર્ણ નામ પણ ચર્ચામાં છે:

  • એન્જેલા રેનર – પૂર્વ નાયબ વડાપ્રધાન અને પાર્ટીના ગ્રાસરૂટ કાર્યકરોમાં લોકપ્રિય નેતા.
  • વેસ સ્ટ્રીટિંગ – વર્તમાન આરોગ્ય સચિવ અને અસરકારક વક્તા તરીકે જાણીતા.
  • એડ મિલિબેન્ડ – ઉર્જા સચિવ અને અનુભવી રાજકીય નેતા.
  • એન્ડી બર્નહામ – માન્ચેસ્ટરના મેયર અને પાર્ટીમાં મજબૂત સંગઠન આધાર ધરાવતા.

બ્રિટનમાં રાજકીય સ્થિરતા અંગે પ્રશ્નો

છેલ્લા પાંચ વર્ષમાં અનેક વડાપ્રધાનો બદલાતા બ્રિટનની રાજકીય સ્થિરતા અંગે ચર્ચા વધી છે. હાલના સંજોગોમાં જો લેબર પાર્ટી નેતૃત્વ બદલવાનો નિર્ણય લે છે, તો તે દેશની આંતરિક રાજનીતિ અને આંતરરાષ્ટ્રીય નીતિ બંને પર મહત્વપૂર્ણ અસર કરી શકે છે.

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.