આ સંકલ્પને વધુ સશક્ત બનાવવા માટે તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા વ્યારા સ્થિત સિનિયર સિટીજન ક્લબ હોલ ખાતે “યુવા સંવાદ” કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ સૂરજભાઈ વસાવાની અધ્યક્ષતા હેઠળ યોજાયો હતો, જેમાં યુવાનો સાથે સજીવ અને પ્રેરણાદાયી સંવાદ સાધવામાં આવ્યો હતો. યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના દૃઢ નેતૃત્વમાં દેશભરમાં ચાલી રહેલા વિકાસકાર્યો, વર્તમાન કેન્દ્રિય બજેટ તથા ભવિષ્યના ભારત નિર્માણમાં યુવાનોની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે વિગતવાર માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે જિલ્લા મંત્રી એડવોકેટ એલ. એમ. પાડવીજીએ યુવાનોને પ્રેરણાદાયી સંદેશ આપીને રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય ભાગીદારી માટે પ્રોત્સાહિત કર્યા હતા.
કાર્યક્રમમાં જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીઓ અમિતભાઈ પટેલ તથા મૃણાલભાઈ જોષી, પૂર્વ મહામંત્રી રાકેશભાઈ કાચવાલા, જિલ્લા ઉપપ્રમુખઓ વિરલભાઈ કોંકણી તથા વૈશાલીબેન રાણા, કાર્યાલય મંત્રી વસાવભાઈ દેસાઈ, વ્યારા નગર પ્રમુખ પિંકલભાઈ પંચાલ, નગરપાલિકા કારોબારી અધ્યક્ષ શ્દિલીપભાઈ જાદવ, જિલ્લા યુવા મોરચાના પ્રમુખ વિશાલભાઈ પટેલ, મહામંત્રીઓ સુભમભાઈ જોષી તથા કેતનભાઈ નાઈક સહિત જિલ્લા હોદ્દેદારઓ, વિવિધ મોરચાના હોદ્દેદારઓ, નગરપાલિકા સભ્યઓ તથા મોટી સંખ્યામાં ઉત્સાહી યુવા મિત્રો હાજર રહ્યા હતા.
કાર્યક્રમ અંતે યુવાનોને વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા સંગઠન સાથે જોડાઈ રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય ભૂમિકા ભજવવા આહ્વાન કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર :- વિકાસ શાહ (તાપી)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel