click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: World Sleep Day : રાત્રે નસકોરાં અને ઊંઘમાં શ્વાસ રૂંધાવાની સમસ્યા બની શકે જીવલેણ, નિષ્ણાતોએ આપી ચેતવણી
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > World Sleep Day : રાત્રે નસકોરાં અને ઊંઘમાં શ્વાસ રૂંધાવાની સમસ્યા બની શકે જીવલેણ, નિષ્ણાતોએ આપી ચેતવણી
Gujarat

World Sleep Day : રાત્રે નસકોરાં અને ઊંઘમાં શ્વાસ રૂંધાવાની સમસ્યા બની શકે જીવલેણ, નિષ્ણાતોએ આપી ચેતવણી

વર્લ્ડ સ્લીપ ડે નિમિત્તે તબીબોની ચેતવણી—રાત્રે નસકોરાં બોલાવવું અને ઊંઘમાં શ્વાસ રૂંધાવાની સમસ્યા ‘સ્લીપ એપ્નિયા’નું લક્ષણ હોઈ શકે છે, જે હૃદયરોગ અને બ્લડ પ્રેશર જેવી ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે.

Last updated: 2026/03/13 at 12:25 પી એમ(PM)
One India News Team
Share
4 Min Read
SHARE

દર વર્ષે 13 માર્ચે વર્લ્ડ સ્લીપ ડે ઉજવવામાં આવે છે, જેનો મુખ્ય હેતુ ઊંઘના મહત્વ અને ઊંઘ સંબંધિત બીમારીઓ વિશે જાગૃતિ ફેલાવવાનો છે. આજકાલની ભાગદોડભરી જીવનશૈલી અને વધતા તણાવને કારણે ઊંઘની સમસ્યાઓ સામાન્ય બની રહી છે.

Contents
સ્લીપ એપ્નિયા શું છે?સ્લીપ એપ્નિયાના સામાન્ય લક્ષણોબાળકોમાં બીમારીના કારણોવયસ્કોમાં વધતું જોખમજીવનશૈલી પણ બની શકે કારણઅલગ અલગ ઉંમરે કેટલી ઊંઘ જરૂરી?સ્લીપ એપ્નિયાથી બચવા શું કરવું?

તબીબોનું કહેવું છે કે રાત્રે નસકોરાં બોલાવવું અને ઊંઘ દરમિયાન શ્વાસ રૂંધાવું માત્ર થાકનું લક્ષણ નથી, પરંતુ તે ‘સ્લીપ એપ્નિયા’ નામની ગંભીર બીમારીનું સંકેત હોઈ શકે છે. જો સમયસર તેની સારવાર ન કરવામાં આવે તો હૃદયરોગ, બ્લડ પ્રેશર અને અન્ય જીવલેણ સમસ્યાઓનું જોખમ વધી શકે છે.

સ્લીપ એપ્નિયા શું છે?

અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલના ENT વિભાગના વડા ડૉ. નીનાબહેન ભાલોડિયાના જણાવ્યા મુજબ, સ્લીપ એપ્નિયા એક ગંભીર ઊંઘ સંબંધિત બીમારી છે.

આ બીમારીમાં ઊંઘ દરમિયાન શ્વાસ લેવાની પ્રક્રિયા વારંવાર અટકી જાય છે અને ફરી શરૂ થાય છે, જેના કારણે શરીરમાં ઓક્સિજનનું સ્તર ઘટી જાય છે. આ સ્થિતિ લાંબા સમય સુધી રહે તો શરીર પર ગંભીર અસર પડી શકે છે.

સ્લીપ એપ્નિયાના સામાન્ય લક્ષણો

તબીબો મુજબ સ્લીપ એપ્નિયાના કેટલાક સામાન્ય લક્ષણો જોવા મળે છે:

  • રાત્રે જોરથી નસકોરાં બોલાવવું

  • દિવસ દરમિયાન વધારે ઊંઘ આવવી

  • ચીડિયાપણું અને થાક અનુભવવો

  • માથાનો દુખાવો

  • બ્લડ પ્રેશર વધવું

  • હૃદય રોગનું જોખમ વધવું

આ બીમારી બાળકો અને વયસ્ક બંનેમાં જોવા મળે છે, જોકે બંનેમાં તેના લક્ષણો અલગ હોઈ શકે છે.

બાળકોમાં બીમારીના કારણો

3 થી 12 વર્ષના બાળકોમાં સ્લીપ એપ્નિયા થવાનું મુખ્ય કારણ મોઢાના કાકડા અથવા નાક પાછળના કાકડાનું કદ વધારે હોવું હોઈ શકે છે.

આ કારણે શ્વાસ માર્ગમાં અવરોધ સર્જાય છે અને વારંવાર ચેપ થવાની શક્યતા પણ રહે છે.

વયસ્કોમાં વધતું જોખમ

વયસ્કોમાં આ સમસ્યાના લક્ષણોમાં સામાન્ય રીતે:

  • નસકોરાં બોલાવવું

  • દિવસ દરમિયાન ઊંઘ આવવી

  • માથાનો દુખાવો

  • થાક અને ધ્યાનમાં ઘટાડો

તબીબોનું કહેવું છે કે ઊંઘ પર યોગ્ય નિયંત્રણ ન હોવાના કારણે વાહન ચલાવતી વખતે અકસ્માત થવાની શક્યતા પણ વધી શકે છે.

જીવનશૈલી પણ બની શકે કારણ

સ્લીપ એપ્નિયાના વધતા કેસ પાછળ અનિયમિત જીવનશૈલી અને ખોટી આદતો પણ જવાબદાર માનવામાં આવે છે. તેમાં મુખ્યત્વે:

  • ખાણીપીણીની ખોટી ટેવો

  • મોબાઇલ ફોન અથવા સ્ક્રીન પર વધારે સમય પસાર કરવો

  • વધતું વજન અને બેઠાડું જીવનશૈલી

આ બધા કારણો ઊંઘની ગુણવત્તા પર નકારાત્મક અસર કરે છે.

અલગ અલગ ઉંમરે કેટલી ઊંઘ જરૂરી?

નિષ્ણાતોના જણાવ્યા મુજબ સ્વસ્થ જીવન માટે પૂરતી ઊંઘ ખૂબ જરૂરી છે:

  • 6 થી 12 વર્ષ: 9 થી 12 કલાક

  • 13 થી 18 વર્ષ: 8 થી 10 કલાક

  • 18 થી 69 વર્ષ: ઓછામાં ઓછા 7 કલાક

  • 60 વર્ષથી વધુ: 7 થી 8 કલાક

પૂરી ઊંઘ ન મળવાથી શરીર અને મન બંને પર અસર પડી શકે છે.

સ્લીપ એપ્નિયાથી બચવા શું કરવું?

તબીબો અનુસાર આ સમસ્યાથી બચવા માટે કેટલીક સરળ બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે:

  • વજન ઘટાડવું અને સક્રિય જીવનશૈલી અપનાવવી

  • શ્વાસ લેવામાં તકલીફ હોય તો સમયસર સારવાર લેવી

  • નાક અથવા ગળામાં અવરોધ હોય તો ENT તબીબની સલાહ લેવી

  • સંતુલિત અને પોષણયુક્ત આહાર લેવો

નિષ્ણાતો કહે છે કે ઊંઘ સંબંધિત સમસ્યાને હળવાશથી લેવી નહીં. પરિવારના કોઈ સભ્યમાં આવા લક્ષણો જોવા મળે તો તુરંત તબીબી તપાસ કરાવવી જરૂરી છે.

 

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, ahmedabad, Ahmedabad Civil Hospital, Ahmedabad Civil Hospital ENT doctor, Breaking news, civil hospital, ENT Doctor Advice, gujarat, gujarati news, Health awareness, Healthy Sleep Tips, latest news, Narendra Modi, news channel in india, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, pm modi, Politics, Sleep Apnea, Sleep Apnea symptoms, sleep apnea treatment, Sleep Disorder, sleep disorder health risk, Snoring Problem, top news channel, topnews, topnewschannelinindia, World Sleep Day, અમદાવાદ, અમદાવાદ સિવિલ હોસ્પિટલ, અમદાવાદ સિવિલ હોસ્પિટલના ઇએનટી ડૉક્ટર, આરોગ્ય જાગૃતિ, ઇએનટી ડોક્ટરની સલાહ, ઊંઘની વિકૃતિ, ઊંઘની વિકૃતિ સ્વાસ્થ્ય માટે જોખમ, નસકોરાંની સમસ્યા, વિશ્વ ઊંઘ દિવસ, સોલા સિવિલ હોસ્પિટલ, સ્લીપ એપનિયા, સ્લીપ એપનિયાના લક્ષણો, સ્લીપ એપનિયાની સારવાર, સ્લીપ એપ્નિયા, સ્વસ્થ ઊંઘની ટિપ્સ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team માર્ચ 13, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article અફઘાનિસ્તાનમાં પાકિસ્તાની હવાઈ હુમલા : કાબુલ અને કંધારમાં બોમ્બમારો, તાલિબાને આપી કડક ચેતવણી
Next Article ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલે 40 ઇલેક્ટ્રિક કાર, 50 ધનવંતરી આરોગ્ય રથ અને 6 મોબાઇલ મેડિકલ વાનનું લોકાર્પણ કર્યુ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?