Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 28°C

ભારત શાંતિના માર્ગે અડગ, અફવાઓ ફેલાવનારા નિષ્ફળ જશે : PM મોદી

ભારત શાંતિના માર્ગે અડગ, અફવાઓ ફેલાવનારા નિષ્ફળ જશે : PM મોદી

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી સ્થિતિથી સૌ કોઇ વાફેફ છે. ઇરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસરને પગલે નાગરિકોમાં દહેશતની સ્થિતિ છે. ગેસ અને ઓઇલના ભાવોમાં વધારો થતા નાગરિક મુશ્કેલીમાં મુકાયો છે. તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ તેની ગંભીર અસરો જોવા મળી છે. ત્યારે મિડલ ઇસ્ટમાં સંકટને લઇને પીએમ મોદી લોકસભામાં સંબોધન કરી રહ્યાસ છે.

સરકાર સતર્ક અને સંવેદનશીલ છે- પીએમ મોદી 

પશ્ચિમ એશિયા સંઘર્ષમાં PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ ચિંતાજનક છે. છેલ્લા 2-3 અઠવાડિયામાં, વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ ગૃહને પરિસ્થિતિની વિગતો આપી છે. આ સંઘર્ષ 3 અઠવાડિયાથી વધુ સમયથી ચાલી રહ્યો છે. તેની વૈશ્વિક અર્થતંત્ર અને લોકોના જીવન પર ગંભીર અસર પડી રહી છે, અને તેથી જ વિશ્વ આ સંઘર્ષના વહેલા ઉકેલ માટે તમામ પક્ષોને વિનંતી કરી રહ્યું છે. વધુમાં કહ્યું કે ભારતને ગેસ અને ઇંધણ મિડલ ઇસ્ટના દેશો પુરા પાડે છે. પ્રભાવિત દેશો સાથે ભારતના વેપારના સંબંધો છે. પશ્ચિમ એશિયાની સ્થિતિ ચિંતા જનક છે. આર્થિક અને આઁતરિક સુરક્ષા મોટો પડકાર છે. કાચા તેલનો મોટો જથ્થો ખાડી દેશોમાંથી આવે છે.

અત્યાર સુધી 3.75 લાખ ભારતીયો પરત ફર્યા- પીએમ મોદી 

પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે જ્યારથી આ યુદ્ધ શરૂ થયું છે ત્યારથી અસરગ્રસ્ત દેશોમાં દરેક ભારતીયને સહાય પૂરી પાડવામાં આવી છે. મેં મોટાભાગના પશ્ચિમ એશિયાઈ દેશોના રાષ્ટ્રપ્રમુખો સાથે ફોન પર વાત કરી છે. બધાએ ભારતીયોની સુરક્ષાની ખાતરી આપી છે. સંઘર્ષ દરમિયાન, કેટલાક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, અને કેટલાક ઘાયલ થયા છે.

કોરોના કાળમાં સપ્લાય ચેઇન તૂટી હતી- પીએમ મોદી 

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે સરકાર પાસે ખાદ્ય અન્ન પર્યાપ્ત પ્રમાણમાં છે. ખાદ્ય સંકટ વચ્ચે 6 યૂરિયા પ્લાન્ટ શરૂ કર્યા છે. સાથે જ કહ્યું કે ભારતમાં કોલસાનો સ્ટોક પર્યાપ્ત પ્રમાણમાં છે. રિન્યુએબલ એનર્જી પર સતત કામ થઇ રહ્યું છે. ડિઝલ પર ખેડૂતોની નિર્ભરતા ઘટી છે. આવનારા સમયમાં વીજળીની ડિમાન્ડ વધશે. હાલ વીજળી ઉત્પાદન પ્રભાવિત થયુ નથી.  કોરોના કાળમાં પણ સપ્લાય ચેઇન તૂટી ગઇ હતી.

તણાવ સંપૂર્ણ નાબૂદ થાય- પીએમ મોદી 

ભારતનું સ્પષ્ટ વલણ છે કે તણાવ નાબૂદ થવો જોઇ.  હોર્મુઝ સ્ટ્રેટમાં રૂકાવટ છે તે અસ્વીકાર્ય છે. વાતચીતથી જ સમસ્યાનું સમાધાન થશે. એક સાથે મળીને આપણે આ સંકટની અસર ઘટાડી શકીએ છીએ. સાથે જ કહ્યું કે નાગરિકો અને પાવર પ્લાન્ટ પર હુમલા મંજૂર નહી. ભારત શાંતિપૂર્ણ સમાધાનના પક્ષમાં છે. કોરોના કાળમાં પણ પડકારો ઝીલ્યા છે. આ વખતે પણ સતર્ક અને સાવધાન રહેવું પડશે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.