Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 28°C

ટ્રમ્પનું મોટું એલાન-પાંચ દિવસ ઈરાનના પાવર પ્લાન્ટ પર હુમલો નહીં કરે, બે દિવસ ચાલેલી વાતચીત બાદ નિર્ણય

ટ્રમ્પનું મોટું એલાન-પાંચ દિવસ ઈરાનના પાવર પ્લાન્ટ પર હુમલો નહીં કરે, બે દિવસ ચાલેલી વાતચીત બાદ નિર્ણય

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ઈરાનના પાવર પ્લાન્ટ્સ અને એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર તમામ સૈન્ય હુમલાઓ આગામી 5 દિવસ માટે રોકી દેવા સંબંધિત મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. આ નિર્ણય અમેરિકા-ઈરાન વચ્ચે બે દિવસથી ચાલતી સંવાદ પ્રક્રિયાને ધ્યાને રાખીને લેવામાં આવ્યો છે. ટ્રમ્પએ જણાવ્યું કે, આ સમયગાળા દરમિયાન બંને દેશો વચ્ચે વાતચીત ચાલુ રહેશે અને તે સફળ થાય તો મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવને ઓછામાં ઓછા સમયમાં ઘટાડવામાં મદદ મળશે.

બે દિવસ પહેલા ટ્રમ્પે ઈરાનને અલ્ટીમેટમ આપ્યું હતું કે જો 48 કલાકમાં હોર્મુઝ રૂટ ખોલવામાં નહીં આવે, તો પાવર પ્લાન્ટ પર હુમલો કરવામાં આવશે, પરંતુ હાલમાં આ પગલાને ટાળવામાં આવ્યું છે. ટ્રમ્પે કાયદાકીય તથા રાજકીય તટસ્થતાને ધ્યાનમાં રાખીને સંરક્ષણ વિભાગને તમામ સૈન્ય કાર્યવાહી 5 દિવસ માટે સ્થગિત કરવાની સૂચના આપી છે.

વર્તમાન સમયમાં મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિના કારણે વૈશ્વિક સ્તરે તેની પ્રભાવિત અસર દેખાઈ રહી છે. આ પરિસ્થિતિની સીધી અસર ભારતના પરિવહન ક્ષેત્ર, ખાસ કરીને કચ્છ પર પડી છે. કંડલા-મુંદ્રા કન્ટેનર ટ્રાન્સપોર્ટ વેલફેર એસોસિએશન (KMCTWA) દ્વારા ટ્રેડ નોટિસ બહાર પાડવામાં આવી છે, જેમાં ટ્રાન્સપોર્ટેશનના દરોમાં નોંધપાત્ર વધારોની જાહેરાત કરવામાં આવી છે.

એસોસિએશનના જણાવ્યા અનુસાર, યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટ પર પડેલા ભંગના કારણે રિટેલ પંપો પર ડીઝલના પુરવઠામાં મર્યાદા આવી છે. તેની સાથે, ભારત સરકાર દ્વારા ઇન્ડસ્ટ્રિયલ ડીઝલના ભાવમાં વધારો કરીને તેને ₹112 પ્રતિ લિટર કરાયો છે. આ ઉપરાંત, ટાયર અને સ્પેરપાર્ટ્સના વેપારીઓએ પણ પોતાના ભાવમાં 3-4 ટકાનો વધારો કર્યો છે.

વિશ્વસનીય સૂત્રો અનુસાર, ટ્રમ્પનો આ નિર્ણય વૈશ્વિક ઉર્જા બજારોમાં આશા જાગવાવાળો સંકેત માનવામાં આવી રહ્યો છે. તેમ છતાં, ઇંધણ અને શિપિંગ ઉદ્યોગ પર મિડલ ઈસ્ટના યુદ્ધની અસર લાંબા ગાળામાં પણ જોવા મળી શકે છે. ભારતીય ઉદ્યોગો અને ટ્રાન્સપોર્ટ કંપનીઓ હાલ વધેલા ખર્ચ અને સીમિત પુરવઠાને પહોંચી વળવા માટે આપણી વ્યૂહરચનાત્મક તૈયારીઓ કરી રહ્યા છે.

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.