દક્ષિણ અમેરિકાના કોલંબિયા દેશના અમેઝોન વિસ્તારમાં એક ભયાનક વિમાન દુર્ઘટનાએ સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે. સોમવાર (23 માર્ચ)ના રોજ કોલંબિયાઈ વાયુસેનાનું એક હરક્યુલિસ C-130 વિમાન ઉડાન ભરતાની સાથે જ ક્રેશ થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 66 લોકોનાં મોત નિપજ્યા છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. વિમાનમાં કુલ 125 લોકો સવાર હતા, જેમાંથી ઘણા લોકો હજુ પણ ગુમ હોવાનું જણાવવામાં આવ્યું છે.
આ દુર્ઘટના દક્ષિણી કોલંબિયાના પુટુમાયો વિભાગ વિસ્તારમાં આવેલા પ્યુર્ટો લેગુઇઝામોની નજીક બની હતી. પ્રાથમિક માહિતી મુજબ, વિમાન રનવે પરથી ઉડ્યા બાદ માત્ર અંદાજે 1.5 કિલોમીટર જેટલું અંતર કાપી શક્યું હતું અને તરત જ ધરાશાયી થઈ ગયું હતું.
🚨Big Breaking: Colombia Air Crash Tragedy
A Colombian Air Force C-130 Hercules, carrying over 100 soldiers, crashed shortly after takeoff near Puerto Leguízamo.
Rescue operations are in full swing amid heavy fire and smoke.
Dozens saved, many still missing. pic.twitter.com/KsbLZ5gHxh
— Ramesh Tiwari (@rameshofficial0) March 23, 2026
પ્રત્યક્ષદર્શીઓ અને સોશિયલ મીડિયા પર સામે આવેલા વિડિયોમાં દેખાય છે કે વિમાન ઉડાન બાદ થોડા જ સેકન્ડમાં નિયંત્રણ ગુમાવીને નોઝડાઈવમાં જમીન તરફ પડી ગયું. અકસ્માત દરમિયાન વિમાનનું એક પાંખડું ઝાડ સાથે અથડાતા જોરદાર વિસ્ફોટ થયો અને આગ ભડકી ઊઠી, જેના કારણે પરિસ્થિતિ વધુ વિકટ બની ગઈ.
બચાવ કામગીરીમાં સૌથી મોટી અડચણ વિમાનમાં રહેલા વિસ્ફોટકો અને ગોળા-બારૂદ બન્યા હતા. કારણ કે આ સૈન્ય પરિવહન વિમાન હતું, તેમાં ભારે પ્રમાણમાં હથિયારો અને સામગ્રી લાદવામાં આવી હતી. ક્રેશ પછી સતત થતા વિસ્ફોટોને કારણે આગ વધુ ફેલાઈ ગઈ અને રેસ્ક્યુ ટીમોને ઘટનાસ્થળે પહોંચવામાં મુશ્કેલી પડી. સ્થાનિક લોકો અને ફાયર બ્રિગેડ દ્વારા કાટમાળમાંથી લોકોને બહાર કાઢવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા, પરંતુ પરિસ્થિતિ અત્યંત જોખમી હતી.
આ ઘટનાને પગલે કોલંબિયાના રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રોએ ગાઢ શોક વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે સેનાના સાધનોના આધુનિકીકરણમાં વિલંબ ગંભીર ચિંતાનો વિષય છે. સોશિયલ મીડિયા પર તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જૂના પડી ગયેલા વિમાનો અને હથિયારો બદલવાના આદેશમાં બ્યુરોક્રેટિક અવરોધો સર્જાઈ રહ્યા છે. તેમણે ચેતવણી આપી છે કે જો આ વિલંબ ચાલુ રહેશે તો જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ દુર્ઘટનાએ ફરી એકવાર સૈન્ય સાધનોની સલામતી અને આધુનિકીકરણના મુદ્દાને કેન્દ્રમાં લાવી દીધો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel