પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે દિબ્રુગઢમાં આવેલા ચાના બગીચાની મુલાકાત લઈ અનોખો અનુભવ કર્યો. આ મુલાકાત દરમિયાન તેમણે ચાના બગીચામાં કાર્યરત મહિલા કામદારો સાથે સીધી મુલાકાત કરી, તેમની સાથે સંવાદ સાધ્યો અને પોતે પણ ચાના પાંદડા તોડી તેમની દૈનિક કામગીરીને નજીકથી અનુભવી.
પ્રધાનમંત્રી મોદીએ કામદારો સાથે સમય વિતાવતા તેમની મહેનત, સમર્પણ અને જીવનશૈલીને સમજવાનો પ્રયત્ન કર્યો. તેમણે જણાવ્યું કે આ અનુભવ તેમના માટે ખૂબ જ યાદગાર રહ્યો છે અને ચાના બગીચાના કામદારોના યોગદાનને દેશ ક્યારેય ભૂલી શકશે નહીં.
Tea is the soul of Assam! The tea from here has made its way across the world.
This morning in Dibrugarh, I went to a tea garden and interacted with women working here. It was a very memorable experience. pic.twitter.com/2VZufAAZ0h
— Narendra Modi (@narendramodi) April 1, 2026
મોદીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ મુલાકાતના ફોટા અને ક્ષણો શેર કર્યા. પોસ્ટમાં તેમણે લખ્યું કે “ચા આસામનો આત્મા છે અને ચાના બગીચાના પરિવારોની અવિરત મહેનતથી રાજ્યને વૈશ્વિક ઓળખ મળી છે.”
The women at the tea garden in Dibrugarh sang a song, which pays homage to Jagat Janani Maa. It is amazing how they remain so connected with their culture and roots. pic.twitter.com/sBDEklAqxI
— Narendra Modi (@narendramodi) April 1, 2026
આ દરમિયાન પ્રધાનમંત્રીએ આસામની ચાની વિશ્વભરમાં વધતી પ્રતિષ્ઠા અંગે પણ ભાર મૂક્યો. તેમણે કહ્યું કે આસામની ચાએ આંતરરાષ્ટ્રીય સ્તરે વિશેષ સ્થાન મેળવ્યું છે, અને તેના પાછળ કામદારોની નિષ્ઠા અને કઠિન મહેનતનો મોટો ફાળો છે, જે સમગ્ર દેશ માટે ગર્વની બાબત છે.
મુલાકાત દરમિયાન મહિલાઓએ પ્રધાનમંત્રીને તેમની સ્થાનિક સંસ્કૃતિ અને પરંપરાઓ વિશે પણ માહિતી આપી. મોદીએ તેમની સાથે ફોટા અને સેલ્ફી લીધા, જેને તેમણે ખાસ યાદગાર ક્ષણો તરીકે વર્ણવ્યા.
At a tea garden in Dibrugarh this morning, got a glimpse of the culture of tea garden families. Their contribution to Assam’s progress is unparalleled. Here are the highlights…. pic.twitter.com/YrPuIrzWk4
— Narendra Modi (@narendramodi) April 1, 2026
દિબ્રુગઢના ચાના બગીચાઓ આસામની ઓળખનું મહત્વપૂર્ણ પ્રતિક માનવામાં આવે છે. અહીં મોટી સંખ્યામાં મહિલાઓ રોજિંદા કઠિન પરિશ્રમ દ્વારા ચા ઉદ્યોગને મજબૂત બનાવે છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે આ મહેનત ફક્ત ચાના ઉત્પાદન સુધી મર્યાદિત નથી, પરંતુ આસામની સંસ્કૃતિ અને પરંપરાઓને વૈશ્વિક સ્તરે પહોંચાડવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel