સ્થાનિક સ્વરાજય ચૂંટણીઓ માટે ભાવનગર જિલ્લામાં વિવિધ બેઠકો માટે ભાજપમાં દાવેદારો ઉમટ્યાં છે. પ્રદેશ નિરીક્ષકો સમક્ષ કાર્યકર્તાઓએ ઉમેદવારી માટે દાવેદારી રજૂ કરી રહ્યાં છે.
ભાવનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજય ચૂંટણીઓ અંતર્ગત અગાઉ વિવિધ બેઠકોની ઉમેદવારી માટે ઈચ્છુક કાર્યકર્તાઓ ભાવનગર અને પાલિતાણામાં યોજાયેલ બેઠકોમાં દાવેદારી રજૂ કરી રહ્યાં છે. ભાવનગર જિલ્લા ભાજપ કાર્યાલય ‘ભાવ કમલમ્ ‘ ઉપર પ્રદેશ નિરીક્ષકો પ્રદીપભાઈ પરમાર (પૂર્વ મંત્રી, રાજ્ય સરકાર), મહેશભાઈ પટેલ ( પૂર્વ જિલ્લા પ્રમુખ, આણંદ) તથા પ્રજ્ઞેશભાઈ બ્રહ્મભટ્ટ (પૂર્વ પ્રદેશ મંત્રી, બક્ષીપંચ મોરચો) અને પાલિતાણામાં નિરીક્ષકો દિનેશભાઈ મકવાણા (સાંસદ, અમદાવાદ પશ્ચિમ), નિમાબેન પટેલ (પૂર્વ પ્રદેશ મંત્રી, મહિલા મોરચો) તથા પૌરવભાઈ પટેલ ( પૂર્વ પ્રદેશ ઉપપ્રમુખ, યુવા મોરચો) રહ્યાં છે.
જિલ્લા અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલના જણાવ્યાં મુજબ આ બે દિવસો બુધવાર અને ગુરુવાર દરમિયાન જિલ્લા પંચાયતની ૪૦ બેઠકો અને જિલ્લાની ૧૦ તાલુકા પંચાયતોની બેઠકો સાથે ૩ નગર પાલિકા માટે (સેન્સ) પ્રક્રિયા ચાલી રહી છે.
પ્રથમ દિવસે ભાવનગરમાં ભાવનગર ગ્રામ્ય, ઘોઘા ગ્રામ્ય, ઉમરાળા ગ્રામ્ય તથા તળાજા ગ્રામ્ય રહેલ અને પાલિતાણામાં પાલિતાણા ગ્રામ્ય,જેસર ગ્રામ્ય તથા મહુવા ગ્રામ્ય રહેલ.
બીજા દિવસે ગુરુવારે ભાવનગરમાં વલભીપુર ગ્રામ્ય, સિહોર ગ્રામ્ય તથા વલભીપુર શહેર રહેશે અને પાલિતાણામાં ગારિયાધાર ગ્રામ્ય, મહુવા શહેર તથા પાલિતાણા શહેર રહેશે.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel