લોકસભામાં મહિલા આરક્ષણ અને સીમાંકન સંબંધિત બિલોની ચર્ચા દરમિયાન રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો હતો. વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવી વિવાદાસ્પદ નિવેદન આપતા સત્તાપક્ષના સાંસદોએ કડક વિરોધ નોંધાવ્યો.
આ હંગામા વચ્ચે લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ રાહુલ ગાંધીના અપમાનજનક શબ્દોને સદનના રેકોર્ડમાંથી દૂર કરવાનો આદેશ આપ્યો હતો.
लोकसभा में महिलाओं के आरक्षण बिल पर गंभीर चर्चा के दौरान राहुल गांधी ने अचानक एक जादू के शो की कहानी सुनानी शुरू कर दी।
स्पीकर ओम बिरला ने उन्हें टोका और कहा, “आप विपक्ष के नेता हैं। यह ठीक नहीं है।”#RahulGandhiMagicShow #WomenReservationBill #LokSabhaDrama #OmBirla… pic.twitter.com/UG8mRqn5Eq
— One India News (@oneindianewscom) April 17, 2026
રાજનાથ સિંહ અને કિરેન રિજિજુનો વિરોધ
રક્ષા મંત્રી રાજનાથ સિંહ એ રાહુલ ગાંધીના નિવેદનની કડક નિંદા કરી અને તેમને માફી માંગવાની માંગ કરી. સાથે જ કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ પણ આ નિવેદનને સદનમાંથી હટાવવાની માંગ ઉઠાવી હતી.
સત્તાપક્ષના સાંસદોએ રાહુલના ભાષણ દરમિયાન જોરદાર વિરોધ કર્યો, જેના કારણે સદનમાં થોડીવાર માટે હંગામો સર્જાયો.
મહિલા આરક્ષણ બિલ પર રાહુલ ગાંધીની ટીકા
ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ જણાવ્યું કે આ બિલ “ખરેખર મહિલા આરક્ષણ બિલ નથી” અને તે મહિલાઓને સશક્ત બનાવતું નથી. તેમણે આ કાયદાને “ચૂંટણીના નકશાને બદલવાનો પ્રયાસ” ગણાવ્યો અને કહ્યું કે વિરોધ પક્ષ જૂના કાયદાને સમર્થન આપવા તૈયાર છે, પરંતુ વર્તમાન બિલને નહીં.
#WATCH | "The first truth is that this is not a women's bill. This has nothing to do with the empowerment of women. This is an attempt to change the electoral map of India. Actually, it is a shameful act," says LoP, Lok Sabha, Rahul Gandhi, during special session of Parliament on… https://t.co/Eof09Sv0wq pic.twitter.com/0TnpXktC1e
— ANI (@ANI) April 17, 2026
OBC, દલિત અને મહિલાઓ મુદ્દે ઉઠાવ્યા પ્રશ્નો
રાહુલ ગાંધીએ વધુમાં દાવો કર્યો કે આ બિલ OBC, દલિત અને મહિલાઓ માટે હાનિકારક છે. તેમણે જણાવ્યું કે આ મુદ્દે સરકાર પારદર્શિતા દાખવી રહી નથી અને સમાજના નબળા વર્ગો પર તેની અસર પડશે.
સ્પીકરની ચેતવણી
વિવાદાસ્પદ નિવેદન બાદ સ્પીકર ઓમ બિરલાએ રાહુલ ગાંધીને ચેતવણી આપી હતી કે સદનમાં ભાષા અને શિસ્ત જાળવવી જરૂરી છે. બાદમાં અપમાનજનક શબ્દોને કાર્યવાહીમાંથી દૂર કરવામાં આવ્યા.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel