Skip to content
બુધવાર, નવેમ્બર 25, 2026 Ahmedabad 23°C

ઈરાનનો અમેરિકાને નવો પ્રસ્તાવ : યુદ્ધવિરામ, હોર્મુઝ ખોલવાની વાત અને પછી ન્યુક્લિયર ચર્ચા

ઈરાનનો અમેરિકાને નવો પ્રસ્તાવ : યુદ્ધવિરામ, હોર્મુઝ ખોલવાની વાત અને પછી ન્યુક્લિયર ચર્ચા

મધ્ય પૂર્વમાં વધી રહેલા તણાવ વચ્ચે ઈરાનએ ફરી એકવાર અમેરિકાને મહત્વપૂર્ણ પ્રસ્તાવ મોકલ્યો હોવાનું મીડિયા અહેવાલો સૂચવે છે. આ પ્રસ્તાવમાં ઈરાને યુદ્ધ તાત્કાલિક સમાપ્ત કરવા, સ્ટ્રેટ ઑફ હોર્મુઝ ફરીથી ખોલવા અને ત્યારબાદ ન્યુક્લિયર મુદ્દે ચર્ચા કરવા માટે ત્રણ તબક્કાનો રોડમૅપ રજૂ કર્યો છે. આ પ્રસ્તાવ વ્હાઇટ હાઉસને મોકલવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે.

પ્રથમ તબક્કો: યુદ્ધવિરામ અને સૈન્ય કાર્યવાહી બંધ

ઈરાનના પ્રસ્તાવનો મુખ્ય મુદ્દો એ છે કે તાત્કાલિક યુદ્ધવિરામ જાહેર કરવામાં આવે અને ઈરાન તેમજ લેબનોનમાં અમેરિકા અથવા ઇઝરાયલ દ્વારા કોઈપણ સૈન્ય કાર્યવાહી ન કરવામાં આવે.

ઈરાને આને આગળની તમામ વાતચીત માટે મુખ્ય શરત ગણાવી છે. આ શરતનું પાલન થાય ત્યારબાદ જ અન્ય તબક્કા તરફ આગળ વધવાની વાત કરવામાં આવી છે.

બીજો તબક્કો: સ્ટ્રેટ ઑફ હોર્મુઝ ખોલવા પર ચર્ચા

બીજા તબક્કામાં ઈરાને વૈશ્વિક સમુદ્રી વેપાર માટે અત્યંત મહત્વના સ્ટ્રેટ ઑફ હોર્મુઝને ફરીથી ખોલવા માટે ચર્ચા કરવા તૈયાર હોવાનું જણાવ્યું છે.

હાલમાં આ માર્ગ બાધિત હોવાને કારણે વૈશ્વિક વેપાર અને ખાસ કરીને ક્રૂડ ઓઈલ સપ્લાય પર ભારે અસર પડી છે.

ત્રીજો તબક્કો: ન્યુક્લિયર પ્રોગ્રામ પર ચર્ચા

ઈરાનના પ્રસ્તાવ મુજબ ન્યુક્લિયર પ્રોગ્રામ અંગેની ચર્ચા ત્રીજા તબક્કામાં કરવામાં આવશે. જોકે, પહેલા બે તબક્કામાં નોંધપાત્ર પ્રગતિ થયા બાદ જ આ મુદ્દે આગળ વધવામાં આવશે.

વૈશ્વિક અસર અને અમેરિકા નો પ્રતિસાદ

છેલ્લા બે મહિનાથી ચાલતા તણાવને કારણે મધ્ય પૂર્વમાં અસ્થિરતા વધી છે. આ યુદ્ધમાં ઇઝરાયલની સંડોવણીને કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની છે.

સ્ટ્રેટ ઑફ હોર્મુઝ બંધ થતા વૈશ્વિક સમુદ્રી વેપાર અને તેલ સપ્લાય પર અસર પડી છે, જેના કારણે અનેક દેશોની અર્થવ્યવસ્થા પર પ્રભાવ પડ્યો છે.

હાલમાં અમેરિકાએ આ પ્રસ્તાવ અંગે કોઈ અંતિમ નિર્ણય લીધો નથી અને વ્હાઇટ હાઉસ સ્તરે તેની સમીક્ષા ચાલી રહી છે.

અગાઉની ચર્ચા નિષ્ફળ

આ પહેલાં ઇસ્લામાબાદમાં બંને દેશો વચ્ચે ચર્ચા થઈ હતી, પરંતુ તેમાંથી કોઈ નિષ્કર્ષ બહાર આવ્યો નહોતો. હવે ઈરાન દ્વારા ફરીથી રજૂ કરાયેલા આ પ્રસ્તાવને આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

 

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.