પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026ના બીજા તબક્કાના મતદાન દરમિયાન હિંસાની ઘટનાઓ સામે આવી રહી છે. દક્ષિણ 24 પરગણા જિલ્લાના બસંતી મતવિસ્તારમાં ભાજપ ઉમેદવાર વિકાસ સરદારએ તેમના વાહન પર જીવલેણ હુમલો થયાનો આક્ષેપ કર્યો છે.
માહિતી અનુસાર, મતદાન દરમિયાન વિકાસ સરદાર પોતાના વિસ્તારમાં મુલાકાતે હતા ત્યારે 200થી 250 જેટલા અસામાજિક તત્ત્વોના ટોળાએ તેમની કારને ઘેરી લીધી હતી. હુમલાખોરો પાસે લોખંડના સળિયા અને વાંસની લાકડીઓ જેવા હથિયારો હતા.
TMC પર ગંભીર આરોપો:
Bharatiya Janata Partyના ઉમેદવાર વિકાસ સરદારે આ હુમલા પાછળ તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરોનો હાથ હોવાનો આક્ષેપ કર્યો છે.
તેમણે જણાવ્યું કે, “મતવિસ્તારમાં TMCની ગુંડાગીરી ચાલી રહી છે. લગભગ 200-250 ગુંડાઓએ મારી કાર પર હુમલો કર્યો અને મારા ડ્રાઈવરને પણ ઈજા પહોંચાડી.”
#WATCH | West Bengal: Claiming an attack on his car by TMC workers, BJP candidate from the Basanti assembly constituency, Bikash Sardar, says, "Gundagiri by TMC is happening everywhere in the constituency. 200-250 TMC goons attacked my car with rods and bamboo sticks. They also… pic.twitter.com/nvJ9oxCAxx
— ANI (@ANI) April 29, 2026
અન્ય વિસ્તારોમાં પણ હિંસા:
માત્ર બસંતી જ નહીં, પરંતુ અન્ય વિસ્તારોમાં પણ હિંસાની ઘટનાઓ સામે આવી છે. નાદિયા જિલ્લાના ચાપરા મતવિસ્તારમાં ભાજપના બૂથ એજન્ટ મુશર્રફ મીર પર હુમલો થયો હોવાના અહેવાલ છે.
મીરનો આક્ષેપ છે કે સવારે 5:30 વાગ્યે હથિયારધારી શખ્સોએ તેમના પર લોખંડના સળિયા વડે હુમલો કર્યો, જેમાં તેમને ગંભીર ઈજા પહોંચી અને માથા પર 6 ટાંકા લેવા પડ્યા.
તે સિવાય હાવડા જિલ્લામાં પણ અથડામણના બનાવો સામે આવ્યા છે, જે મતદાન પ્રક્રિયાને લઈને ચિંતા ઉભી કરે છે.
રાજકીય પ્રતિક્રિયા અને માંગણીઓ:
આ ઘટનાઓ બાદ ભાજપે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. પાર્ટીના નેતાઓએ ચૂંટણી પંચ પાસે વધારાની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની અને હુમલાખોરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
ચૂંટણી દરમિયાન આવી હિંસક ઘટનાઓ લોકશાહી પ્રક્રિયા માટે ગંભીર પડકારરૂપ માનવામાં આવી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel