તાજેતરમાં સોશિયલ મીડિયા પર પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના નામે એક કથિત આદેશ વાયરલ થયો હતો, જેમાં પેટ્રોલના ભાવમાં ₹10 અને ડીઝલમાં ₹12.50ના વધારાનો દાવો કરવામાં આવ્યો હતો. આ પત્રિકા Suratના આમ આદમી પાર્ટીના નેતા રવિ કાતલિયા દ્વારા શેર થતાં ચર્ચામાં આવી હતી.
શું હતો વાયરલ દાવો?
વાયરલ પત્રમાં 26 એપ્રિલ 2026ની તારીખ સાથે જણાવાયું હતું કે ઓઈલ કંપનીઓના નુકસાનને પૂરો કરવા માટે ઇંધણના ભાવમાં વધારો જરૂરી છે. આ દાવા સાથે સોશિયલ મીડિયા પર ગભરાટ ફેલાયો હતો.
PIBનો ફેક્ટચેક: દાવો સંપૂર્ણ ખોટો
Press Information Bureau (PIB)એ તરત જ આ વાયરલ દાવાનો ફેક્ટચેક કરીને સ્પષ્ટતા કરી હતી કે:
- સરકાર દ્વારા આવો કોઈ આદેશ જારી કરવામાં આવ્યો નથી
- વાયરલ પત્રિકા ખોટી અને ભ્રામક છે
- જનતાને ગેરમાર્ગે દોરવા માટે બનાવવામાં આવી છે
સોશ્યિલ મીડિયા ફેસબુક પર AAP સમર્થક Ravi Kalathiya પોતાની ની id પર થી પેટ્રોલ-ડીઝલ ના ભાવ વધારા ના fake ફોટો વાયરલ કરી જનતા ને ભ્રમિત કરવાનાં કામ કરી રહ્યો છે.@GujaratPolice @CP_SuratCity કૃપયા સંજ્ઞાન લો
ફેસબુક post link : https://t.co/HirOG3V7Ka… pic.twitter.com/HjMciHpa2W
— Next PM of I.N.D.I.A (@Pappu_Wincy) April 30, 2026
રાજકીય વિવાદ: નેતા પર ઉઠ્યા સવાલ
આ પત્રિકા શેર કરનાર રવિ કાતલિયાએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, “મારે બેટરીવાળી ગાડી છે…”, જેના કારણે લોકોમાં એવું લાગી રહ્યું હતું કે ભાવ વધારો ખરેખર થયો છે.
આ પગલાં બાદ સોશિયલ મીડિયા પર લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે.
- ખોટી માહિતી ફેલાવવા બદલ ટીકા
- કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ
- જવાબદાર પદ પર બેઠેલા નેતાઓની જવાબદારી પર સવાલ
ફેક ડોક્યુમેન્ટની સત્યતા
વાયરલ પત્રિકામાં દર્શાવાયેલ ‘બૈલોચન ગહન’ નામના અધિકારીની સહી પણ પાયાવિહોણી હોવાનું સામે આવ્યું છે.
આથી સ્પષ્ટ થાય છે કે આ ડોક્યુમેન્ટ એડિટેડ અને બનાવટી છે.
વાસ્તવિક સ્થિતિ: ભાવ સ્થિર
30 એપ્રિલ 2026ના રોજ દેશના મુખ્ય શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.
સરકારી ડેટા મુજબ:
- ઇંધણના દર સ્થિર છે
- કોઈ આકસ્મિક વધારો કરવામાં આવ્યો નથી
ફેક ન્યૂઝનો ખતરો
આ ઘટના ફરી એકવાર દર્શાવે છે કે સોશિયલ મીડિયા પર ફેલાતી ખોટી માહિતી કેટલી ખતરનાક બની શકે છે, ખાસ કરીને જ્યારે તે રાજકીય લાભ માટે વપરાય.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel