પશ્ચિમ બંગાળમાં આ વખતની વિધાનસભા ચૂંટણીમાં BJPએ ઐતિહાસિક પ્રદર્શન કરતા 200થી વધુ બેઠકો પર વિજય મેળવી રાજકીય સમીકરણોને બદલી નાખ્યા છે. રાજ્યમાં લાંબા સમયથી સત્તામાં રહેલી All India Trinamool Congress (TMC) માટે આ પરિણામ મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. આ જીત માત્ર પશ્ચિમ બંગાળ પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ આસામ અને પુડ્ડુચેરીમાં પણ ભાજપે શાનદાર પ્રદર્શન કર્યું છે, જેના કારણે દેશભરમાં ભાજપ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
#WATCH | Prime Minister Narendra Modi arrives at the party headquarters to celebrate the party's performance in the Assam and West Bengal elections. pic.twitter.com/uLmH6HWSXL
— ANI (@ANI) May 4, 2026
દિલ્હીમાં આવેલા પાર્ટીના હેડક્વાર્ટર પર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે હાજર રહી જીતનો જશ્ન મનાવ્યો હતો. મોટી સંખ્યામાં કાર્યકરો અહીં એકત્ર થયા હતા અને તેમણે નારાબાજી સાથે વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કર્યું હતું. “ભારત માતા કી જય” અને “4 મે, TMC ગઈ” જેવા નારા સાથે સમગ્ર વાતાવરણ દેશભક્તિના ઉત્સાહથી ગુંજી ઉઠ્યું હતું. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનએ પણ વડાપ્રધાનનું સ્વાગત કર્યું.
#WATCH | Delhi | On BJP's exemplary performance in West Bengal and Assam elections, Prime Minister Narendra Modi says, "Today is a historic day. It is unprecedented. When years of efforts turn into success, the happiness that is seen on the faces of people is the same happiness… pic.twitter.com/oJTHWhcokN
— ANI (@ANI) May 4, 2026
PM મોદીનું સંબોધન: જનતાને નમન અને વિશ્વાસનો દિવસ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ પોતાના સંબોધનની શરૂઆત “ભારત માતા કી જય”ના નારા સાથે કરી હતી. તેમણે જણાવ્યું કે આજનો દિવસ ભારતના લોકતંત્ર માટે અભૂતપૂર્વ છે. દેશના દરેક ભાજપ કાર્યકરને અભિનંદન પાઠવતા તેમણે કહ્યું કે આ જીત જનતાના વિશ્વાસ અને સમર્પણનું પ્રતિબિંબ છે.
#WATCH | Delhi | Prime Minister Narendra Modi begins his address at the BJP HQ saying, "Bharat Mata Ki Jai," as BJP dominates the trends and results in West Bengal and Assam Assembly Elections. pic.twitter.com/yRso4h9mPX
— ANI (@ANI) May 4, 2026
તેમણે આગળ કહ્યું કે ભાજપે માત્ર પશ્ચિમ બંગાળ જ નહીં પરંતુ આસામ, પુડ્ડુચેરી અને અન્ય પેટા ચૂંટણીમાં પણ જીત મેળવી છે. આ પરિણામો દર્શાવે છે કે દેશના લોકો વિકાસ અને સુશાસનના માર્ગ પર આગળ વધવા માટે ભાજપ પર વિશ્વાસ મૂકે છે.
#WATCH | Delhi | Prime Minister Narendra Modi says, "Today, I respectfully bow to the people of Bengal, Assam, Puducherry, and the people of Tamil Nadu and Keralam… I also heartily congratulate the millions of BJP workers. Every BJP worker, big or small, has once again… pic.twitter.com/IzTk83kCqC
— ANI (@ANI) May 4, 2026
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel