ભારત અને જમૈકા વચ્ચેના ગાઢ સંબંધોનું એક વધુ મજબૂત ઉદાહરણ કિંગ્સ્ટનમાં આવેલ સબીના પાર્ક ક્રિકેટ સ્ટેડિયમમાં જોવા મળ્યું.
ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરએ જમૈકાના પ્રધાનમંત્રી એન્ડ્રુ હોલનેસની હાજરીમાં ભારત દ્વારા ભેટમાં આપવામાં આવેલ અત્યાધુનિક ઇલેક્ટ્રોનિક સ્કોરબોર્ડનું ઔપચારિક અનાવરણ કર્યું.
આ પ્રસંગે જયશંકરે રમતગમતને બંને દેશો વચ્ચેના મજબૂત સાંસ્કૃતિક અને ભાવનાત્મક સંબંધોની કડી તરીકે વર્ણવી. તેમણે જણાવ્યું કે ભારત અને જમૈકાની મિત્રતા “રન, આદર અને ઊંડી મિત્રતા” પર આધારિત છે અને આ સ્કોરબોર્ડ ભવિષ્યમાં અનેક ઐતિહાસિક ઇનિંગ્સનો સાક્ષી બનશે.
My remarks at the unveiling of the new digital scoreboard at Sabina Park Cricket Stadium #Jamaica https://t.co/6VaIoWaFzP
— Dr. S. Jaishankar (@DrSJaishankar) May 4, 2026
ક્રિકેટ સાથે જોડાયેલ ઐતિહાસિક સંભારણાં
જયશંકરે પોતાના સંબોધનમાં ભારતીય ક્રિકેટના દિગ્ગજ રાહુલ દ્રવિડ અને વિરાટ કોહલીના સબીના પાર્ક સાથે જોડાયેલા યાદગાર પળોનું સ્મરણ કર્યું.
તેમણે ઉલ્લેખ કર્યો કે આ જ મેદાન પર રાહુલ દ્રવિડે શાનદાર સદી ફટકારી હતી, જ્યારે વિરાટ કોહલીએ 2011માં અહીં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું.
તે ઉપરાંત જમૈકન દિગ્ગજ ખેલાડીઓ જેમ કે જ્યોર્જ હેડલી, માઈકલ હોલ્ડિંગ અને ક્રિસ ગેલનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે ઇન્ડિયન પ્રીમિયર લીગ દરમિયાન ભારતીય ચાહકો જમૈકન ખેલાડીઓને પણ ભરપૂર સમર્થન આપે છે.
‘The India-Jamaica story is written in runs, written in respect, written in friendship.’
Joined Prime Minister @AndrewHolnessJM in formally dedicating the electronic scoreboard at Sabina Park, gifted by India.
‘May this scoreboard count many great innings to come. Among them,… pic.twitter.com/h5dxnZC6cX
— Dr. S. Jaishankar (@DrSJaishankar) May 4, 2026
સંકટ સમયે પણ સાથ
જયશંકરે ભાર મૂક્યો કે ભારત માત્ર ઉજવણીમાં જ નહીં, પરંતુ સંકટના સમયમાં પણ જમૈકાની સાથે ઉભું રહ્યું છે. COVID-19 મહામારી અને વાવાઝોડા જેવી આપત્તિઓ દરમિયાન ભારતે જમૈકાને દવાઓ અને રસી પૂરી પાડી સહયોગ આપ્યો હતો.
દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા
પ્રધાનમંત્રી એન્ડ્રુ હોલનેસ સાથેની બેઠક દરમિયાન જયશંકરે ભારતના વિકાસના વિવિધ પાસાઓ પર ચર્ચા કરી. તેમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, માનવ વિકાસ અને ટેક્નોલોજી આધારિત શાસન જેવા ક્ષેત્રોમાં થયેલી પ્રગતિનો સમાવેશ થાય છે.
ભૌગોલિક અંતર હોવા છતાં બંને દેશો તેમની આકાંક્ષાઓ અને વિકાસના માર્ગમાં એકબીજાની નજીક હોવાનું તેમણે જણાવ્યું.
કાર્યક્રમમાં ઉપસ્થિતિ
આ પ્રસંગે વિપક્ષના નેતા માર્ક ગોલ્ડિંગ, મંત્રી ઓલિવિયા ગ્રેન્જ, વિદેશ મંત્રી કામિના જોહ્ન્સન-સ્મિથ તેમજ જમૈકા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ ડોનોવન બેનેટ સહિત અનેક પ્રતિષ્ઠિત મહેમાનો હાજર રહ્યા હતા.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel