click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ગુજરાતનો 870 મેગાવોટનો પાવર બેકઅપ તૈયાર : વધારાની વીજળીનો સંગ્રહ કરતી બેટરી સિસ્ટમ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ગુજરાતનો 870 મેગાવોટનો પાવર બેકઅપ તૈયાર : વધારાની વીજળીનો સંગ્રહ કરતી બેટરી સિસ્ટમ
Gujarat

ગુજરાતનો 870 મેગાવોટનો પાવર બેકઅપ તૈયાર : વધારાની વીજળીનો સંગ્રહ કરતી બેટરી સિસ્ટમ

રાજ્યમાં મોઢેરા સહિત કુલ પાંચ બેટરી સ્ટોરેજ પ્રણાલીઓ કાર્યાન્વિત, અન્ય 13 પ્રોજેક્ટ પાઇપલાઇનમાં, ઉચ્ચ માંગ સમયે વીજ પુરવઠો પહોંચાડશે.

Last updated: 2026/05/08 at 12:29 પી એમ(PM)
One India News Team
Share
4 Min Read
SHARE
Highlights
  • ગુજરાતમાં 870 મેગાવોટ ક્ષમતાના 5 BESS પ્રોજેક્ટ કાર્યરત
  • 13 નવા પ્રોજેક્ટ્સ માટે રજીસ્ટ્રેશન પૂર્ણ
  • Modhera બન્યું દેશનું પહેલું સોલાર વિલેજ
  • ગ્રીડ સ્થિરતા અને ઇમરજન્સી બેકઅપ માટે BESS મહત્વપૂર્ણ
  • Gujarat Integrated Renewable Energy Policy 2025 હેઠળ સ્ટોરેજને પ્રોત્સાહન
  • 2030 સુધી 500 GW ગ્રીન એનર્જી લક્ષ્યમાં ગુજરાતનું યોગદાન

ગ્રીડને સ્થિર રાખવામાં મદદરૂપ થશે, વધારાની રિન્યૂએબલ ઊર્જાને સંગ્રહ કરીને ઇમરજન્સી બેકઅપ તરીકે પણ કામ કરશે

Contents
શા માટે જરૂરી છે BESS ?ગુજરાત સરકારનું સ્માર્ટ આયોજન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય અત્યાધુનિક ઊર્જા સોલ્યુશન્સ અપનાવવામાં અગ્રેસર

ભારતના પ્રથમ સોલાર વિલેજ મોઢેરાના સફળ અમલીકરણથી ગુજરાતે સમગ્ર દેશમાં પ્રથમવાર સોલાર પાવર પ્લાન્ટ સાથે સંકલિત બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) એટલે વીજળીનો સંગ્રહ કરતી બેટરીની વ્યવસ્થા રજૂ કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ દિશામાં આગળ વધતા અત્યારે ગુજરાત સમગ્ર દેશમાં બેટરી સ્ટોરેજ પ્રણાલીને આગળ લઇ જવામાં અગ્રણી રાજ્યોની યાદીમાં સામેલ થઇ ગયું છે. મોઢેરા બાદ અત્યારે ગુજરાતમાં 870 મેગાવોટની ક્ષમતા સાથે કુલ 5 સ્થળોએ બેટરી સ્ટોરેજની વ્યવસ્થાઓ શરૂ કરવામાં આવી છે. બેટરી સ્ટોરેજ સ્થાપિત કરવા માટે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ અને કચ્છ જિલ્લા માટે અન્ય 13 પ્રોજેક્ટનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. આ ભવિષ્યલક્ષી પ્રોજેક્ટ્સ અને મજબૂત નીતિના લીધે આગામી સમયમાં ગુજરાત ઊર્જા સંગ્રહ ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે અગ્રણી ભૂમિકા ભજવશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અનુસાર વર્ષ 2030 સુધીમાં ભારતની 500 GW બિન-અશ્મિભૂત ઇંધણ ક્ષમતા પ્રાપ્ત કરવાના લક્ષ્યમાં નોંધપાત્ર યોગદાન આપશે.

અમદાવાદના સાણંદ તાલુકાના ચરલ ખાતે તાજેતરમાં જ એક બેટરી સ્ટોરેજ પ્રણાલી શરૂ કરવામાં આવી છે. તે સિવાય મહેસાણાના મોઢેરા અને કચ્છના લખપતમાં કુલ 4 બેટરી સ્ટોરેજ પ્રણાલી કાર્યરત છે. રાજ્ય સરકારે ગુજરાત ઇન્ટિગ્રેટેડ રિન્યૂએબલ એનર્જી પોલિસી – 2025માં અત્યાધુનિક ઊર્જા સંગ્રહ કરતી વ્યવસ્થાઓને મહત્વના ઘટક તરીકે સમાવિષ્ટ કરી છે. તેના આધારે બેટરી સ્ટોરેજ માટેના સ્વતંત્ર પ્રોજેક્ટ્સ, નવા રિન્યૂએબલ ઊર્જા પ્રોજેક્ટ્સ સાથેના બેટરી સ્ટોરેજ પ્રોજેક્ટ્સ અને હયાત રિન્યૂએબલ ઊર્જા પ્રોજેક્ટ્સ સાથે સંકલિત થાય તેવા બેટરી સ્ટોરેજ પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવે છે. આગામી સમયમાં સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયાની મંજૂરી બાદ વ્યવસાયિક અને ઔદ્યોગિક ગ્રાહકો માટે પણ બેટરી સ્ટોરેજ માટે રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે. ત્યારબાદ ઔદ્યોગિક અને વ્યવસાયિક ગ્રાહકો તેમના સોલાર કે વિન્ડ પ્રોજેક્ટ સાથે બેટરી સ્ટોરેજની સુવિધા શરૂ કરી શકશે.

શા માટે જરૂરી છે BESS ?

બેટરી સ્ટોરેજ સિસ્ટમ વીજળીનો સંગ્રહ કરવા માટે જરૂરી છે. રાજ્યમાં સોલાર તેમજ રિન્યૂએબલ સ્ત્રોતમાંથી વીજ ઉત્પાદન દિવસ દરમિયાન બદલાતું રહે છે. જેમ કે દિવસના સમયે સોલારનું વીજ ઉત્પાદન વધારે હોય છે અને સાંજના સમયે ઉત્પાદન થઇ શકતું નથી. દિવસ દરમિયાન વધારાના વીજ ઉત્પાદનને યોગ્ય રીતે સંગ્રહિત કરવામાં આવે તો સાંજના સમયે જ્યારે માંગ વધારે હોય (પીક લોડ) ત્યારે તે વીજ જથ્થાને વહેંચી શકાય છે. અત્યારે સાંજના સમયે જ્યારે અચાનક માંગ વધે ત્યારે વીજ પુરવઠો પૂરો પાડતી ગ્રીડ પર લૉડ વધે છે. આ સ્થિતિમાં ગ્રીડ સ્થિર રહે તેના માટે પણ બેટરી સ્ટોરેજ પ્રણાલીઓ જરૂરી છે. રાજ્ય સરકાર આ દિશામા જ આગળ વધી રહી છે.

ગુજરાત સરકારનું સ્માર્ટ આયોજન

ગુજરાતમાં બેટરી સ્ટોરેજ વ્યવસ્થાના નિર્માણ માટે રાજ્ય સરકાર વ્યૂહાત્મક રીતે આગળ વધી રહી છે. સ્પર્ધાત્મક બીડિંગ દ્વારા કંપનીઓને આ ક્ષેત્રમાં આમંત્રિત કરવામાં આવી રહી છે. બેટરી સ્ટોરેજ રિન્યૂએબલ પ્રોજેક્ટની નજીક લગાવવામાં આવે તે રીતે આયોજન કરવામાં આવ્યું છે જેથી વધારાની ઊર્જા ઝડપથી સ્ટોર કરી શકાય અને ટ્રાન્સમિશન લૉસ અને વેડફાટને અટકાવી શકાય. ગેટકો (GETCO) અને પાવર વિતરણ કંપનીઓ સ્માર્ટ પ્લાનિંગ સાથે ગ્રીડની ક્ષમતા અનુસાર બેટરી સ્ટોરેજ સિસ્ટમ માટેના સ્થળની પસંદગી કરે છે. આ વ્યવસ્થા દ્વારા બેટરી સ્ટોરેજ માત્ર વીજળીનો સંગ્રહ જ નહિ કરે પરંતુ સાથોસાથે ગ્રીડને વૉલ્ટેજ અને ફ્રિક્વન્સીનો સહયોગ આપીને સ્થિર રાખશે અને ઇમરજન્સી બેકઅપ તરીકે મદદરૂપ બનશે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

ભરૂચ જામા મસ્જિદ વિવાદમાં જૈન સમાજની એન્ટ્રી: ‘સમડી વિહાર’ હોવાનો દાવો, ASI સર્વેની ઉઠી માંગ

આસામના જોરહાટ એરફોર્સ સ્ટેશન પર AN-32 વિમાન દુર્ઘટનાગ્રસ્ત, લેન્ડિંગ દરમિયાન સર્જાઈ ખામી

ભારતીય નાવિકોના મોત મુદ્દે અમેરિકા સામે ભારતનો કડક વિરોધ, જયશંકરે માર્કો રૂબિયો સાથે કરી વાત

વલસાડ-ઉમરગામ વિસ્તારમાં યુવતીઓને વિદેશ લઈ જઈ નિકાહ કરાવવાના આક્ષેપો, જૈન સમાજે DSPને આવેદનપત્ર આપ્યું

સ્ટેન્ડઅપ કોમેડી કે સંવેદનહીનતા? પ્રણિત મોરેના શોની બે ઘટનાઓ બાદ સોશિયલ મીડિયા પર ભારે વિવાદ

TAGGED: @india, Battery Energy Storage System, Battery Energy Storage System Gujarat, Battery Storage, BESS, BESS Projects India, BESS પ્રોજેક્ટ્સ ઇન્ડિયા, bhupendra patel, Bhupendra Patel Energy Policy, Breaking news, CM Gujarat, Energy Policy 2025, Energy Storage Gujarat, Green Energy Gujarat 2030, Green Energy India, Grid Stability Solutions, gujarat, Gujarat Energy, Gujarat Renewable Energy, Gujarat Solar Energy Storage, gujarati news, india news, latest news, Modhera, Modhera Solar Village BESS, Narendra Modi, newschannelinindia, oneindianews, oneindianewscom, pm modi, renewable energy, Renewable Energy Storage India, Solar Battery Storage India, Solar Power, top news, top news channel, topnews, topnewschannel, topnewschannelinindia, એનર્જી પોલિસી 2025, એનર્જી સ્ટોરેજ ગુજરાત, ગુજરાત ઊર્જા, ગુજરાત સોલાર એનર્જી સ્ટોરેજ, ગ્રીડ સ્ટેબિલિટી સોલ્યુશન્સ, ગ્રીન એનર્જી ગુજરાત 2030, બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સ, બેટરી સ્ટોરેજ, ભારત, ભૂપેન્દ્ર પટેલ, ભૂપેન્દ્ર પટેલ એનર્જી પોલિસી, મોઢેરા, મોઢેરા સોલાર વિલેજ BESS, રિન્યુએબલ એનર્જી સ્ટોરેજ ઇન્ડિયા, રિન્યૂએબલ એનર્જી, સોલાર પાવર, સોલાર બેટરી સ્ટોરેજ ઇન્ડિયા

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team મે 8, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article અમદાવાદ : ઘી કાંટા કોર્ટમાં વિધર્મી યુવક હિન્દુ યુવતી સાથે લગ્ન કરવા પહોંચતા વીહિપનો હોબાળો
Next Article દિલ્હીમાં મોટી આતંકી સાજિશ નિષ્ફળ : સ્પેશિયલ સેલે ‘શહઝાદ ભટ્ટી મોડ્યુલ’ના 9 આતંકીઓને ઝડપ્યા

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ભરૂચ જામા મસ્જિદ વિવાદમાં જૈન સમાજની એન્ટ્રી: ‘સમડી વિહાર’ હોવાનો દાવો, ASI સર્વેની ઉઠી માંગ
Bharuch Gujarat જૂન 13, 2026
આસામના જોરહાટ એરફોર્સ સ્ટેશન પર AN-32 વિમાન દુર્ઘટનાગ્રસ્ત, લેન્ડિંગ દરમિયાન સર્જાઈ ખામી
Gujarat જૂન 13, 2026
ભારતીય નાવિકોના મોત મુદ્દે અમેરિકા સામે ભારતનો કડક વિરોધ, જયશંકરે માર્કો રૂબિયો સાથે કરી વાત
Gujarat જૂન 13, 2026
વલસાડ-ઉમરગામ વિસ્તારમાં યુવતીઓને વિદેશ લઈ જઈ નિકાહ કરાવવાના આક્ષેપો, જૈન સમાજે DSPને આવેદનપત્ર આપ્યું
Gujarat Valsad જૂન 13, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?