Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 27°C

નાશિક TCS BPO કેસ : ધર્માંતરણ અને યૌન શોષણ મામલે અશ્વિની ચૈનાનીના જામીન રદ, કોર્ટનો કડક વલણ

નાશિક TCS BPO કેસ : ધર્માંતરણ અને યૌન શોષણ મામલે અશ્વિની ચૈનાનીના જામીન રદ, કોર્ટનો કડક વલણ

નાશિક સ્થિત ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS)ના BPO યુનિટમાં સામે આવેલા ધર્માંતરણ અને યૌન શોષણના ગંભીર આરોપોના કેસમાં કાયદેસર કાર્યવાહી ઝડપથી આગળ વધી રહી છે. આ મામલે સ્થાનિક કોર્ટે તાજેતરમાં આરોપી અશ્વિની ચૈનાનીના જામીન રદ કરી દીધા છે, જેના કારણે કેસ ફરીથી ચર્ચામાં આવ્યો છે.

કોર્ટના નિરીક્ષણ મુજબ, અશ્વિની ચૈનાની કંપનીની POSH (Prevention of Sexual Harassment) એક્ટ હેઠળ રચાયેલી આંતરિક ફરિયાદ સમિતિ (ICC)ની સભ્ય હતી, છતાં મહિલા કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલી ફરિયાદો પર તેણે કોઈ કાર્યવાહી કરી નહોતી. કોર્ટે નોંધ્યું કે તેની આ નિષ્ક્રિયતા અને અવગણનાથી પરિસ્થિતિ વધુ ગંભીર બની અને અન્ય આરોપીઓને પણ પ્રોત્સાહન મળ્યું.

ન્યાયાલયે વધુમાં કહ્યું કે રેકોર્ડ પર ઉપલબ્ધ પ્રાથમિક પુરાવાઓ પરથી જણાય છે કે આરોપીની ભૂમિકા માત્ર નિષ્ક્રિય નહીં પરંતુ અન્ય આરોપીઓને દુષ્પ્રેરણા આપવાની પણ હોઈ શકે છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે જો આ તબક્કે તેને જામીન આપવામાં આવે તો તે સાક્ષીઓને ધમકાવી શકે છે અને પુરાવાઓ સાથે ચેડાં કરવાની શક્યતા પણ નકારી શકાતી નથી.

આ સમગ્ર કેસ ત્યારે પ્રકાશમાં આવ્યો હતો જ્યારે નાશિકના TCS BPO યુનિટમાં કામ કરતી કેટલીક હિંદુ મહિલા કર્મચારીઓએ કેટલાક મુસ્લિમ સહકર્મચારીઓ પર યૌન શોષણ અને ધર્માંતરણ માટે દબાણના ગંભીર આરોપો લગાવ્યા હતા. ત્યારબાદ આ મામલે અનેક FIR નોંધવામાં આવી હતી અને પોલીસે ઝડપી કાર્યવાહી શરૂ કરી હતી.

અત્યાર સુધીમાં 9 FIR નોંધાઈ ચૂકી છે અને અનેક આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય આરોપી પૈકીની એક નિદા ખાનના આગોતરા જામીન અગાઉ જ રદ કરવામાં આવ્યા હતા અને બાદમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. હાલ તમામ આરોપીઓ કસ્ટડીમાં છે અને તપાસ ચાલુ છે.

 

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.